પોલીસ કસ્ટડીમાંથી ભાગેલો હત્યાકેસનો, આરોપી 29 વર્ષ બાદ વલસાડથી પકડાયો
પાલઘર: પાલઘર જિલ્લામાં પોલીસ કસ્ટડીમાંથી ભાગેલા હત્યાકેસના આરોપીને 29 વર્ષ બાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે 29 વર્ષ બાદ વલસાડથી પકડી પાડ્યો હતો.
પાલઘર જિલ્લાના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ બાળાસાહેબ પાટીલે જણાવ્યું હતું કે આરોપી હરેશ બાબુ પટેલ ઉર્ફે નાયકા (55)ને વલસાડ જિલ્લાના તેના ગામમાં તાબામાં લેવાયો હતો.
વિરારમાં રહેતો મોહન સુકુર દુબલી (50) અને વલસાડ જિલ્લાના પારડીનો રહેવાસી હરેશ પટેલ સફાલેમાં જીવદાનીપાડા નજીક ક્ધસ્ટ્રક્શન સાઇટ પર મજૂરીકામ કરતા હતા.
બંને વચ્ચે કોઇ બાબતને લઇ વિવાદ ચાલતો હતો. 19 એપ્રિલ, 1995ના રોજ બંને વચ્ચે ઝઘડો થતાં આરોપી હરેશ પટેલે શસ્ત્રના ઘા ઝીંકી મોહનની હત્યા કરી હતી.
સફાલે પોલીસે બે દિવસ બાદ પટેલને વલસાડના તેના ગામમાંથી ઝડપી પાડ્યો હતો, પણ હરેશ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઇ ગયો હતો.
દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર અનિલ વિભુતેને માહિતી મળી હતી કે આરોપી હરેશ તેના ગામમાં આવ્યો છે. આથી મંગળવારે તેને તાબામાં લેવાયો હતો. આરોપીને બાદમાં સફાલે પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)