કચરામાંથી વીજળીનું ઉત્પાદન કરવા માટે પાલિકાએ હાથ ધર્યો માસ્ટર પ્લાન
મુંબઈ: મુંબઈ જેવા મહાનગરમાં રોજ લાખો ટન કચરાનું નિર્માણ થતો હોય છે. આ કચરાનો યોગ્ય નિકાલ ન લગતા શહેરમાં દુર્ગંધ ફેલાવાની સમસ્યા વધતી જાય છે. શહેરમાં કચરાની સમસ્યાને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર હેઠળ મુંબઈ મહાનગર પાલિકા દ્વારા કચરામાથી 100 મેગાવૉટ વીજળીનું ઉત્પાદન કરવાની યોજના બનાવી રહી છે. રોજ લગભગ સાત હજાર મેટ્રિક ટન જેટલો કચરો મુંબઈના દેવનાર અને કાંજુરમાર્ગના વિસ્તારોમાં ડમ્પ કરવામાં આવે છે. આ કચરાનો ઉપયોગ કરી મહાપાલિકા 100 મેગાવૉટ વીજળીનું ઉત્પાદન થઈ શકે છે, એમ પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈમાં વધતી કચરાની સમસ્યાને દૂર કરવા માટે કચરામાંથી વીજળી બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. દેવનાર અને કાંજુરમાર્ગમાં ડમ્પ કરવામાં આવતા કચરાને વૈજ્ઞાનિક રીતે આધુનિક ટેક્નિકથી કઈ રીતે ઉપયોગ કરાય તથા કચરામાંથી વીજળીનું ઉત્પાદન વધારવાના વિકલ્પનો પણ સમાવેશ થાય છે.
કચરા પર વૈજ્ઞાનિક અને આધુનિક પ્રક્રિયા કર્યા બાદ તેનો નિકાલ કરી વીજળીનું ઉત્પાદન કરવામાં આવશે. પાલિકાની આ યોજનાના પહેલા તબક્કામાં 600 મેટ્રિક ટન જેટલા કચરાને ઉપયોગમાં લાવી, તેમાંથી રોજ છ મેગાવૉટ વીજળી ઉત્પન્ન કરવામાં આવશે. ભવિષ્યમાં કચરામાંથી વીજ ઉત્પાદનના પ્લાન્ટને 2025-26 સુધી શરૂ કરવામાં આવશે.
કચરામાંથી વીજળીનું ઉત્પાદન કરતાં અનેક પ્લાન્ટ દેશના અનેક ભાગોમાં બેસાડવામાં આવ્યા છે, જેમાં રાજસ્થાનના જોધપુરમાં છેલ્લા આઠ વર્ષથી વીજળીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. બેંગલુરુમાં પણ 2021માં આવો જ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો. મુંબઈના 90 કટકા કચરાનો ઉપયોગ કરવાની યોજના છે. દેવનારમાં રોજ 1,550 મેટ્રિક ટન કચરો ફેંકવામાં આવે છે. દેવનારમાં કચરો ઘટાડવા માટે કાંજુરમાર્ગમાં બાયોરિએક્ટર પદ્ધતિથી કચરાને ડિસ્પોઝ કરવામાં આવે છે.
આ વર્ષે વડા પ્રધાન દ્વારા રાજ્યના પિંપરી અને ચિંચવડમાં 700 મેટ્રિક ટન કચરામાંથી 14 મેગાવૉટ જેટલી વીજળીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ જ રીતે દેશના દરેક મોટા શહેરોમાં આ પ્રકારના પ્લાન્ટસ બેસાડવામાં આવે તો દર વર્ષે 65000 મેગાવૉટ જેટલી વીજળી બનાવી શકાય છે.