આમચી મુંબઈ

સાયન અને દાદરમાં અંડરગ્રાઉન્ડ માર્કેટ બનાવવાની પાલિકાની યોજના

મુંબઈ: દિલ્હીની જેમ મુંબઈના સાયન અને દાદરમાં પણ અંડરગ્રાઉન્ડ માર્કેટ બનાવવામાં આવવાની છે. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા શહેરના ફેરિયાઓને આ અંડરગ્રાઉન્ડ માર્કેટમાં જગ્યાઓ આપવામાં આવશે. મુંબઈના પાલક પ્રધાન દિપક કેસરકર દ્વારા મહાનગરપાલિકાને શહેરના ફેરિયાઓની સમસ્યાને ઓછી કરવા માટે આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. કેસરકરના આ પ્રસ્તાવ પર વિચાર કરી મહાપાલિકા દ્વારા અંડરગ્રાઉન્ડ માર્કેટ બનાવવાનું સ્ટ્રક્ચર તૈયાર કરી લીધું છે.

અંડરગ્રાઉન્ડ માર્કેટ વિશે માહિતી આપતા પાલિકા અધિકારીએ જણાવ્યું કે દિલ્હીના કનોટ પ્લેસની જેમ મુંબઈમાં પણ આ પ્રકારના બજારો તૈયાર કરવામાં આવશે. આ માર્કેટ બનાવવા માટે પાલિકા ટીમ દ્વારા સર્વે પણ કરવામાં આવ્યા છે. આ સર્વે પૂર્ણ થયા બાદ રિપોર્ટને આધારે જગ્યાની પસંદગી કરી આગળની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, એવી માહિતી અધિકારીએ આપી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા 2014માં ફેરિયા કાયદો બનાવી રાજ્ય સરકારને તેને અમલમાં લાવવા માટેના આદેશ આપવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારના આ કાયદા હેઠળ શહેરની કુલ લોકસંખ્યામાંથી લગભગ બેથી ત્રણ ટકા ફેરિયાઓને લાઈસન્સ આપી રોજગાર પૂરું પાડવાની આ યોજના હતી, પણ મુંબઈની મહાપાલિકા 10 વર્ષ બાદ પણ આ કાયદાને લાગુ કરવામાં અ સફળ રહી છે. આ વિશે માહિતી આપતા અધિકારીએ જણાવ્યું કે મુંબઈમાં ઓછી જગ્યા આ સમસ્યાનું મૂળ કારણ બન્યું છે.


થોડા સમય પહેલા ભાજપના એક નેતાએ પાલિકાને પત્ર લખી વિલેપાર્લેના વિસ્તારમાં આવેલા એક મેદાનના નીચે અંડરગ્રાઉન્ડ માર્કેટ બનાવવાની માગણી કરી હતી. પાલિકા અધિકારી દ્વારા આ વિશે સાયન અને દાદરમાં પહેલાથી જ અંડરગ્રાઉન્ડ માર્કેટ વિકસાવવા અંગે પ્રયોગ ચાલી રહ્યા છે, એ જો આ પ્રયોગ સફળ થશે તો તેને શહેરના બીજા વિસ્તારમાં પણ શરૂ કરવામાં આવશે.

મુંબઈમાં ફેરિયા પોલિસી લાગુ કરવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. મુંબઈમાં ફેરિયાઓ માટે જગ્યા ઉપલબ્ધ કરી આપવી એ મહાપાલિકા માટે ચેલેન્જિંગ બન્યું છે. આ યોજના માટે શહેરના મેદાન નીચે અંડરગ્રાઉન્ડ માર્કેટ બનાવવાનાનો નિર્ણય પાલિકા દ્વારા લેવામાં આવ્યો છે. દાદર અને સાયન ખાતે આવેલા મેદાનોની નીચે અંડરગ્રાઉન્ડ માર્કેટ બનાવવાનાની યોજનાની શરૂઆત કરવામાં આવવાની છે. પાલિકાની આ યોજનાને લીધે અનેક ફરિયાઓને તેનો લાભ મળવાની શક્યતા પાલિકા અધિકારીએ વ્યક્ત કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?