ડોંબિવલી કેમિકલ બ્લાસ્ટમાં સગાઓ ગુમ હોય થયા હોય તેમને પાલિકાએ કરી આ અપીલ

મુંબઈ: કલ્યાણ-ડોંબિવલી પાલિકાએ નાગરિકોને અપીલ કરી છે જો તેમના પરિવારનો કોઈ સભ્ય તાજેતરમાં કેમિકલ કંપનીમાં થયેલા સ્ફોટ પછી ગુમ થયો હોય તો તેઓએ પાલિકાની હૉસ્પિટલમાં સંપર્ક કરે. પાલિકાએ બહાર પાડેલી રિલીઝમાં જણાવ્યું હતું કે પાલિકા સંચાલિત શાસ્ત્રી નગર હૉસ્પિટલમાં એક હેલ્પડેસ્ક સ્થાપિત કરવામાં આવી છે અને નાગરિકોને ૦૨૫૧-૨૪૮૧૦૭૩/૨૪૯૫૩૩૮ નંબર પર સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું છે. વિસ્ફોટમાં મૃત્યુ પામેલા લોકોની ચોક્કસ સંખ્યા શોધવાનું મુશ્કેલ બન્યું છે કારણકે સ્થળ પરથી શરીરના અંગો મળી આવ્યા છે. હવે માત્ર ડીએનએ પરીક્ષણો જ ચોક્કસ આંકડો કરી શકશે.