આમચી મુંબઈ

મહિલાઓના આરોગ્ય માટે પાલિકા સતર્કઃ ડિસેમ્બરથી શરુ કરશે મોટી યોજના

મુંબઈ: મુંબઈની મહિલાઓ માટે વ્યાયામ અને કસરતને તજી દેતા મહિલાઓમાં આરોગ્ય સંબંધિત અનેક સમસ્યાઓમાં વધારો થઈ રહ્યો છે. મુંબઈમાં મહિલાઓના સ્વાસ્થ્યમાં વધારો કરવા મુંબઈના પ્રશાસન દ્વારા આગામી મહિનાથી ‘જિમ ઓન વ્હીલ’ એટ્લે કે ફરતી વ્યાયામ શાળાઓ શરૂ કરવાની યોજના બનાવવામાં આવી છે.
મુંબઈમાં દરેકનું જીવન વ્યસ્ત હોય છે અને કામની સાથે શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવી રાખવી એ અહીંના લોકો માટે પડકારરૂપ બન્યું છે. બદલાતી જીવનશૈલીને કારણે મહિલાઓમાં રોગોનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. મોટા ભાગે વર્કિંગ અને ગરીબ મહિલાઓ દ્વારા આરોગ્ય વિશે બેદરકારી દાખવવામાં આવે છે.
પાલિકાની આ યોજનામાં મહિલાઓના ઘર નજીક જિમને ઉપલબ્ધ કરવી તેમને ફિટનેસની સુવિધા પૂરી પાડવાની સાથે કસરતથી થતાં લાભ વિશે જણાવવા અને મહિલાઓને તેમના આરોગ્યને લઈને પ્રોત્સાહિત કરવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવશે.
જિમ ઓન વ્હીલમાં વ્યાયામ કસરત માટેની તમામ સામગ્રીને એક બસમાં રાખવામાં આવશે સાથે જ એમાં બસ ડ્રાઈવર, ટ્રેનર અને અન્ય એક વ્યક્તિ પણ હજાર રહેશે. આ જિમ બસ જે જે વિસ્તારોમાં જશે, ત્યાંની મહિલાઓને તેમના ફિટનેસ માટે વ્યાયામની સાથે આરોગ્ય વિશે માર્ગદર્શન પણ કરવામાં આવશે.
ફરતા જિમ માટે બસ અને સમાનની ખરીદી માટે ઉપનગરીય જિલ્લા આયોજન વિભાગ દ્વારા ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ જિમ માટે ખાસ બસો બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જિમ ઓન વ્હીલ માટે બસ જેવા મોટા વાહનનો ઉપયોગ કરવામાં આવશે. પ્રશાસન દ્વારા શહેરના અમુક જિલ્લાઓની પસંદગી કરવામાં આવી છે અને એ મુજબ આ મોબાઈલ જિમ્નેશિયમની સુવિધા પૂરી પાડવામાં આવશે.
મોબાઈલ જિમને સારો પ્રતિસાદ મળ્યા બાદ આ સેવા શહેરના બીજા વિસ્તારોમાં પણ શરૂ કરવામાં આવશે. મોબાઈલ જિમ માટે અંદાજે ૭૫ લાખ રૂપિયાનો ખર્ચ આવશે અને આગામી ત્રણ વર્ષ માટે એક કરોડ ૪૨ લાખ જેટલી રકમ તેના જાળવણી અને સમારકામ પાછળ ખર્ચવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button