પાલિકાના કામ કરાવવા હવે મલાડ પશ્ચિમ સુધી લાંબા નહીં થવું પડે
મલાડ, કુરારના સાત લાખ રહેવાસીઓને હાશકારો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મલાડ (પૂર્વ)માં રહેતા રહેવાસીઓને આખરે હાશકારો થયો છે. સિવિકને લગતા જુદા જુદા કામ માટે અત્યાર સુધી મલાડના નાગરિકોને મુંબઈ મહાનગરપાલિકાની મલાડ(પશ્ચિમ)માં આવેલી ઑફિસ સુધી લાંબા થવું પડતું હતું. જોકે હવે મલાડ (પૂર્વ)માં જ નાગરિકો માટે તાત્પૂરતી ઑફિસ ખુલી ગઈ છે, તેથી નાગરિકોને રાહત થશે. લાંબા સમયથી પી-પૂર્વ વોર્ડ બનાવવાની માગણી થઈ હતી.
છેવટે મલાડ પી-ઉત્તર' વોર્ડનું વિભાજન કરીને તેમાંથી
પી-પૂર્વ’ અને `પી-પશ્ચિમ’ વોર્ડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ ઑફિસને અભાવે સત્તાવાર રીતે કામ અટવાઈ પડ્યું હતું. જોકે હવે બુધવાર ચાર ઑક્ટોબરથી મલાડ પી (પૂર્વ) વોર્ડ માટે મલાડ (પૂર્વ)માં રામલીલા મેદાન પરિસરમાં કુંદનલલાલ સૈગલ નાટ્યગૃહમાં 9,600 ચોરસ ફૂટ ક્ષેત્રફળની જગ્યામાં તાત્પૂરતી ઑફિસ ખોલીને કામ ચાલુ કરવામાં આવ્યું છેે. તો પૂર્ણ ક્ષમતાએ અને સ્વતંત્ર ઈમારત માટેનું કામ બહુ જલદી ચાલુ કરવામાં આવશે એવું પાલિકા પ્રશાસને જણાવ્યું હતું. તેથી મલાડ પૂર્વ અને કુરાર પરિસરના નાગરિકો પોતાની જુદી જુદી સમસ્યા, ફરિયાદ નિરાકરણ માટે કુંદનલલાલ સૈગલ નાટ્યગૃહમાં બનાવવામાં આવેલી ઑફિસમાં જઈ શકશે.
પી-ઉત્તર' વોર્ડના વિભાજન બાદ
પી-પૂર્વ’ અને પી-પશ્ચિમ' એમ બે સ્વતંત્ર વોર્ડ બનાવવામાં આવ્યા છે. વોર્ડની પુન:રચના બાદ નવનિર્મિત
પી-પૂર્વ ‘ માટે સ્વતંત્ર ઑફિસ જલદી જ ચાલુ કરવામાં આવવાની છે.