મુંબઈમાં કચરાની સમસ્યા ઉકેલવા માટે પાલિકાની યોજના અસફળ?
મુંબઈ: મુંબઈ શહેરની સ્વચ્છતા માટે પ્રશાસન દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મુંબઈના કચરાની સમસ્યાને દૂર કરવા માટે મુંબઈ મહાપાલિકા દ્વારા 5,000 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યા છતાં શહેરમાં કચરાની સમસ્યાથી હજી સુધી મુક્તિ મળી નથી. જેથી મહાપલિકા દ્વારા વ્યૂહાત્મક ઉપાયો કરવામાં આવવાના છે.
શહેરના કચરાની સમસ્યાને દૂર કરવા માટે મુંબઈના સ્લમ વિસ્તારમાં સ્વાતંત્ર્ય ધોરણનું અમલ કરવામાં આવવાનું છે. પાલિકાના આ સ્વાતંત્ર્ય ધોરણમાં મુંબઈના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સ્વચ્છતાના કામો માટે ખાનગી કોન્ટ્રેક્ટરની નુમણૂક કરવામાં આવશે, પણ જો કોન્ટ્રેક્ટર દ્વારા કામમાં કોઈ પણ બેદરકારી કરવાનું જાણતા તેની સામે કડક પગલાં લેવામાં આવવાના છે. તેમ જ શહેરની દરેક સોસાયટીમાં સૂકા અને ભીના કચરાને જુદો કરવા માટે લોકોને અવાહન પણ કરવામાં આવી રહ્યું હોવાની માહિતી એક પાલિકા અધિકારીએ આપી હતી.
મુંબઈમાં દરરોજ હજારો ટન કચરો નીકળે છે. શહેરમાં કચરાનો યોગ્ય નિકાલ લાવવા માટે ડમ્પિંગ ગ્રાઉન્ડની પણ અછત નિર્માણ થઈ રહી છે. જેથી હજારો ટન કચરાનો નિકાલ લાવવા માટે મહાપાલિકા દ્વારા નવેમ્બર 2023થી સ્વચ્છતા યોજના શરૂ કરવામાં આવી છે. જોકે મહાપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા સ્વચ્છતા યોજના નિષ્ફળ જતી દેખાઈ રહી છે. મુંબઈમાં હજી પણ સાડાસાત હજાર ટન કચરો દરરોજ જમા થઈ રહ્યો છે. જેથી મુંબઈ અને ઉપનગરોમાંથી નીકળતા બધા જ કચરાને ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ન ઠલવતાં થોડા કચરાને કચરો સંગ્રહ અને વર્ગીકરણ કેન્દ્રમાં જ લઈ જેઈ તેનો નિકાલ લાવવામાં આવે તે માટે આવા કેન્દ્રોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે.
મહાપલિકા દ્વારા કચરાનું વર્ગીકરણ કરવા માટે શહેરની દરેક સોસાયટીને અવાહન કરવામાં આવ્યું હતું. પણ કચરાનું વર્ગીકરણ કરવું એ પાલિકાની જવાબદારી છે એવો આદેશ અદાલતે આપ્યા બાદ પાલિકાની આ યોજનાને સ્થગીતિ આપવામાં આવી હતી, પણ હવે ફરીથી આ નિયમ લાગુ કરવામાં આવે એવી માહિતી સૂત્રોએ આપી હતી. દેશમાં સ્વચ્છતા મામલે મુંબઈની રેંકિંગ નીચે સરકી ગઈ છે. જેથી આ સ્વચ્છતા યોજનાનું પાલન કરવા માટે મુંબઈમાં લોકોને પ્રોત્સાહન આપવામાં આવશે એવી માહિતી એક પાલિકા અધિકારીએ આપી હતી.