આમચી મુંબઈ

પાલિકાની બજારોનો થશે આધુનિક સુવિધાઓ સાથે પુનર્વિકાસ

બજારોની ભીડમાં પરસેવે રેબઝેબ થવાની જરૂર નહીં પડે

મુંબઈ: જો બધુ યોજના મુજબ ચાલશે , તો તાજી વસ્તુઓની ખરીદી કરવા પરંપરાગત બજારોની ભીડમાં પરસેવાથી તરબતર થવાથી જલ્દી છુટકારો મળશે . માર્કેટ રિડિઝાઈનિંગ પ્રોજેક્ટના ભાગ રૂપે, બીએમસીએ શહેરમાં મ્યુનિસિપલ શાકભાજી અને માછલી બજારો માટે પુન:વિકાસ યોજના બનાવી છે, જે જોગેશ્ર્વરી પૂર્વમાં નવલકર માર્કેટ અને બોરીવલી મ્યુનિસિપલ માર્કેટની જેમ પુન:વિકાસને બદલે ફરીથી ડિઝાઇન કરવામાં આવશે.
બજારોમાં વ્યવસ્થિતતા અને શિસ્ત લાવવા અને ઉત્પાદનને અલગ પાડવાના હેતુથી પુન:ડિઝાઈન કરવામાં આવશે – દાખલા તરીકે, તીવ્ર ગંધને દૂર રાખવા માટે માછલી અને માંસ બંધ વાતાનુકૂલિત વિભાગમાં હશે. ચાર અલગ-અલગ ક્ધસલ્ટન્ટની નિમણૂક કરવામાં આવનાર છે અને એક પખવાડિયામાં ટેન્ડર મગાવવામાં આવશે.
આસિસ્ટન્ટ કમિશનર (માર્કેટ) પ્રકાશ રસાલે જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં ચાર મ્યુનિસિપલ માર્કેટને ફરીથી ડિઝાઇન કરવામાં આવશે. લોઅર પરેલમાં ખામકર માર્કેટ, દાદરમાં સ્વતંત્ર વીર સાવરકર માર્કેટ, પ્રભાદેવીમાં વાઘધરે માર્કેટ અને માહિમમાં ગોપીનાથ ટાંકી માર્કેટ જે સિટીલાઈટ તરીકે વધુ જાણીતી છે. આસિસ્ટન્ટ કમિશનરે જણાવ્યું હતું કે સિટીલાઇટ માર્કેટને હકીકતમાં એક બિલ્ડરને રિડેવલપ કરવા માટે સોંપવામાં આવ્યું હતું પરંતુ કોન્ટ્રેક્ટ રદ કરવામાં આવ્યો હતો. બિલ્ડર સરકાર નવી માર્કેટ પોલિસી લાવે તેની રાહ જોઈ રહ્યા હતા . જો કે, એફએસઆઈની મર્યાદાઓને કારણે અને બેઘર આશ્રયસ્થાન માટે રિઝર્વેશન ધરાવતા બજારને કારણે, પુનર્વિકાસ યોજના સ્થગિત કરવામાં આવી હતી.
રસાલે કહ્યું હતું કે સિટીલાઇટ માર્કેટની પરંપરાગત ડિઝાઇન, તેની મેંગલોર-ટાઇલ્ડ છત જેવી, અન્ય બજારો માટેનો નમૂનો હશે. વિક્રેતાઓ માટે બેઠક વ્યવસ્થા સુવ્યવસ્થિત રહેશે. જૂના બજારોમાં, શાકભાજી, માંસ અને માછલીના વિક્રેતાઓ સાથે, કોસ્મેટિક્સ, ટોયલેટરીઝ અને એસેસરીઝ જેવી ‘બિન-માર્કેટેબલ વસ્તુઓ’ તરીકે ઓળખાતા વિક્રેતાઓ પણ છે. પુન:ડિઝાઇનમાં, અમારી પાસે મસાલા, શાકભાજી, કરિયાણા, એસેસરીઝ માટે વિભાગ મુજબ સીમાંકન હશે અને માંસ અને માછલી માટે એક અલગ વિભાગ હશે. માછલી, મટન અને ચિકન વિક્રેતાઓને બંધ એસી સેક્શનમાં મૂકવામાં આવશે અને માછીમાર મહિલાઓ જ્યારે માછલીને સાફ કરશે ત્યારે જે પાણી જમીન પર ટપકશે તે હવે સીધું ગટરમાં જશે. કોળી મહિલાઓ માટે શૌચાલય બાંધવામાં આવશે અને બીએમસી તેમની દુકાનો પર વિક્રેતાઓ માટે તેમના નામ દર્શાવતા બોર્ડ લગાવશે. અમે વિક્રેતાઓને ક્રોફર્ડ માર્કેટની જેમ એક સમાન સપ્રમાણ રેખામાં ગોઠવીશું, રસાલે ઉમેર્યું.
પાલક પ્રધાન દીપક કેસરકરે કહ્યું કે ૫૦ ટકા ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ ડેવલપમેન્ટ કમિટી (ડીપીડીસી) અને ૫૦ ટકા બીએમસી દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવી શકે છે. ગોપી ટાંક વેપારી સેવા સંસ્થાના પ્રમુખ યશવંત રાઉલે જણાવ્યું હતું કે, વિક્રેતાઓ, જોકે, પુન:ડિઝાઈનને બદલે પુન:વિકાસ માટે આતુર છે. અમે આ અંગે દીપક કેસરકર અને સ્થાનિક વિધાનસભ્ય સદા સરવણકરને પહેલેથી જ જણાવી દીધું છે. કોળી સ્ત્રીઓ પણ આ જ અભિપ્રાય ધરાવે છે. અમે ઇચ્છીએ છીએ કે ૭૫ વર્ષથી વધુ જૂના આ માર્કેટને આધુનિક સુવિધાઓ સાથે પુન:વિકાસ કરવામાં આવે અને મેં આ અંગે સિવિક ચીફ ઇકબાલ સિંહ ચહલને પત્ર મોકલ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button