આમચી મુંબઈ

‘સ્વચ્છતા સર્વેક્ષણ’માં મુંબઈને ટોપ ટેનમાં લાવવા આસિસ્ટન્ટ કમિશનરોને રસ્તા પર ઊતરવાનું પાલિકા કમિશનરનું ફરમાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ‘સ્વચ્છતા સર્વેક્ષણ’માં મુંબઈનો નંબર ટોપ ટેનમાં લાવવા માટે મુંબઈના તમામ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનરોને દરરોજ સવારના સાતથી અગિયાર વાગે ‘ઓનફિલ્ડ’ ઉતરવાનું ફરમાન પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહેલે કર્યું છે. દેશવ્યાપી સ્વચ્છતા સર્વેક્ષણમાં હવે પછી મુંબઈ ટોપ ટેનમાં આવે તે માટે વોર્ડમાં સફાઈ માટે વ્યવસ્થિત રીતે પ્લાનિંગ કરવાનો આદેશ પણ કમિશનરે અધિકારીઓને આપ્યો છે.

મુખ્ય પ્રધાન દર અઠવાડિયે મુંબઈના જુદા જુદા વિસ્તારમાં ‘ડીપ ક્લીનિંગ’ હેઠળ સફાઈ કરવા માટે રસ્તા પર ઉતરી રહ્યા છે, છતાં તાજેતરમાં દેશમાં કરવામાં આવેલા ‘સ્વચ્છતા સર્વેક્ષણ’માં મુંબઈનો નંબર છેક ૩૭મો આવ્યો હતો, તેનાથી મુખ્ય પ્રધાને પાલિકાના અધિકારીઓને આડે હાથ લીધા હતા. તેથી પ્રશાસને આ મુદ્દે મહત્ત્વની બેઠક યોજી હતી અને પાલિકાના તમામ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનરોને દરરોજ સવારે સાતથી અગિયાર વાગ્યા સુધી રસ્તા પર ઉતરીને તેમના વિસ્તારમાં સફાઈ બરોબર કરવામાં આવે છે કે નહીં તેના પર ધ્યાન આપવાનો તેમ જ વોર્ડ સ્તરે પ્લાન તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

પાલિકાના એડિશનલ કમિશનર સુધાકર શિંદેએ જણાવ્યું હતું કે મુંબઈમાં સ્વચ્છતા ઝુંબેશ હેઠળ દરરોજ એક હજાર કિલોમીટરના રસ્તા પાણીથી ધોઈને સ્વચ્છ કરવાનો લક્ષ્યાંક છે. તે માટે પાણીના ટેન્કર વધારવામાં આવશે. તેમ જ હવે હાઈવેની સાથે મુખ્ય રસ્તાની સાથે ઍરિયામાં અંદર આવેલા નાના રસ્તા, ગલીઓ, રોડ ડિવાઈડર વગેરે પણ પાણીથી ધોવા પડશે. તે માટે આસિસ્ટન્ટ કમિશનરોને વોર્ડ સ્તરે પ્લાનિંગ કરવાનું રહેશે.

વધુ માહિતી આપતા સુધાકર શિંદેએ કહ્યું હતું કે મુંબઈ સ્વચ્છ રાખવાની જવાબદારી નાગરિકોની પણ રહેશે. ઘર-ઘરમાં ભીનો અને સૂકો કચરો અલગ કરવા માટે ભાર આપવામાં આવવાનો છે. નાગરિકોએ પોતાના ઘરમાં કચરો અલગ-અલગ કરવાનો રહેશે. એ સાથે જ વોર્ડ સ્તરે સફાઈ પર ધ્યાન આપવા માટે ‘સ્વચ્છતા દૂત’ પણ નીમવામાં આવશે. જો કોઈ અધિકારી કામમાં બેદરકારી દર્શાવશે તો તેને આકરી કાર્યવાહીનો સામનો કરવો પડશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે