આમચી મુંબઈમહારાષ્ટ્ર

ખુલ્લામાં કચરો ફેંકનારા ૭૨૦ લોકો સામે પાલિકાની કાર્યવાહી

સૌથી વધુ દંડ ‘સી’ વોર્ડમાંથી વસૂલ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈમાં ‘ડીપ ક્લિનીંગ’ ઝુંબેશ ચાલી રહી છે, જે હેઠળ મુંબઈને સ્વચ્છ રાખવા માટે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી છે, જે હેઠળ નવેમ્બરથી અત્યાર સુધી ૭૨૦ લોકો સામે કાર્યવાહી કરીને ૨૭ લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલ કરવામાં પાલિકાને સફળતા મળી છે, જેમાં સૌથી વધુ દંડ દક્ષિણ મુંબઈના ‘સી’ વોર્ડમાંથી વસૂલ કરવામાં આવ્યો છે.

મુંબઈ મહાનગરપાલિકાના ધનકચરા વિભાગ મારફત સમગ્ર મુંબઈમાં ‘ડીપ ક્લિનીંગ’ ઝુંબેશ અમલમાં મૂકવામાં આવી છે. સ્વચ્છતાના ભાગરૂપે દરેક પરિસરને સ્વચ્છ રાખવામાં આવી રહ્યો છે. આ દરમિયાન સાર્વજનિક સ્થળે ખુલ્લામાં કોઈ કચરો ફેંકીને ગંદકી કરે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે. ચાર નવેમ્બરથી ૨૮ ડિસેમ્બર, ૨૦૨૩ સુધીના સમયગાળામાં ૭૨૦ લોકો સામે પગલા લેવામાં આવ્યા છે અને અત્યાર સુધી ૨૭,૧૯,૨૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

અત્યાર સુધી સૌથી વધુ કાર્યવાહી મુંબઈના ‘સી’ વોર્ડમાં કરવામાં આવી છે. ચંદનવાડી, ગિરગામ જેવા વિસ્તારમાં કુલ ૧૭૦ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. તે મુજબ ૩૫,૨૦૦ રૂપિયાના દંડની રકમ વસૂલ કરવામાં આવી છે. તો સૌથી વધુ દંડ એ બાંદ્રાથી સાંતાક્રુઝ (પશ્ર્ચિમ) વિસ્તાર ધરાવતા ‘એચ-પશ્ર્ચિમ’ વોર્ડમાંથી લગભગ ૪,૭૯,૫૦૦ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. આ વોર્ડમાં ફક્ત ૬૮ લોકો સામે કાર્યવાહી કરીને આ દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

મુલુંડ ‘ટી’ વોર્ડમાં ૨૭ લોકો સામે કાર્યવાહી કરીને ૨,૭૦,૦૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. કુર્લા ‘એલ’ વોર્ડમાં ૫૯ લોકો સામે કાર્યવાહી કરીને ૨,૬૮,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો. મલાડ ‘પી-ઉત્તર’ વોર્ડમાં ૨૧ લોકો સામે કાર્યવાહી કરીને ૨,૧૦,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…