આમચી મુંબઈ

મુંબ્રામાં ટ્રેકિંગ કરવા ગયેલા પાંય યુવકો રસ્તો ભૂલી ગયા: બચાવાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)

થાણે: થાણે જિલ્લાના મુંબ્રાના ગાવદેવીમાં ડુંગર પર શનિવારે ટ્રેકિંગ કરવા ગયેલા અને અંધારું થતા રસ્તો ભૂલી જતા પાંચ યુવકો ફસાઈ ગયા હતા. ફાયરબ્રિગેડ અને સ્થાનિક રહેવાસીઓ દ્વારા શનિવારે મોડી રાતના તેમને શોધી કાઢવામાં આવ્યા હતા અને પોલીસને સોંપ્યા હતા.

ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ શનિવારે બપોરના ત્રણેક વાગ્યાની આસપાસ મુંબ્રામાં રહેતા ૧૮ વર્ષના પાંચ યુવકો મુંબ્રા બાયપાસ પર આવેલા ગાવદેવીમાં આદિવાસી પાડામાં ઉપર ડુંગર પર બપોરના ટ્રેકિંગ માટે ગયા હતા. જોકે અંધારું થઈ જતા પાછા ફરવા સમયે તેઓ રસ્તો ભૂલી ગયા હતા. પાછો આવવા માટે રસ્તો નહીં મળતા તેમણે ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડ સાથે સંપર્ક કરીને મદદ માગી હતી.

ફાયરબ્રિગેડે દ્વારા સ્થાનિક રહેવાસીઓની મદદથી રાતના ૧૧.૩૦ વાગ્યાની આસપાસ ડુંગર પર ફસાઈ ગયેલા પાંચેને બચાવી લીધા હતા. પાંચેય યુવકો મુંબ્રામાં રહેતા, જેમાં સૈયદ અયુબ, શૌએબ ખાન, અમૂર ખાન, અરહાન ખાન અને મુદદશીર ગુફારેનો સમાવેશ થાય છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button