મુંબ્રાની લોજમાં ગળું દબાવીને પ્રેમિકાની હત્યા: પ્રેમીની ધરપકડ

થાણે: મુંબ્રાની લોજમાં વિવાદ થયા બાદ પ્રેમીએ ઓઢણીથી ગળું દબાવીને પ્રેમિકાની હત્યા કરી હોવાની ઘટના મંગળવારે બની હતી. શિળ-ડાયઘર પોલીસે આ પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કરીને પ્રેમીની ધરપકડ કરી હતી.
આરોપીની ઓળખ મોહંમદઅલી નાસિર હુસેન શેખ (35) તરીકે થઇ હોઇ તે મુંબ્રાનો રહેવાસી છે. શેખ અને 32 વર્ષની મહિલા વચ્ચે પ્રેમસંબંધ હતો. જોકે બંને વચ્ચે અમુક બાબતોને લઇ વારંવાર ઝઘડા થતા હોવાથી મહિલાએ તાજેતરમાં તેમની વચ્ચેના પ્રેમસંબંધનો અંત આણવાનું કહ્યું હતું, જેને કારણે શેખના મનમાં રોષ હતો.
આ પન વાચો : થાણેમાં કિશોરી પર બળાત્કાર ગુજાર્યો: દિવ્યાંગ સહિત બે આરોપીને 20 વર્ષની કેદ
મંગળવારે આરોપી બંને જણ મુંબ્રાની લોજમાં ગયા હતા, જ્યાં ફરી તેમની વચ્ચે ઝઘડો થયો હતો. આથી રોષે ભરાયેલા આરોપીએ ઓઢણીથી ગળું દબાવીને મહિલાની હત્યા કરી હતી.
દરમિયાન બનાવની જાણ થતાં શિળ-ડાયઘર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો, જ્યાં બેડ પર મહિલા મૃત અવસ્થામાં મળી આવી હતી. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યાબાદ પોલીસે ગુનો દાખલ કરીને શેખની ધરપકડ કરી હતી