મુંબ્રા બાયપાસ પર ટ્રકે સ્કૂટરને અડફેટમાં લેતાં ત્રણ યુવકનાં મોત | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મુંબ્રા બાયપાસ પર ટ્રકે સ્કૂટરને અડફેટમાં લેતાં ત્રણ યુવકનાં મોત

થાણે: થાણે જિલ્લામાં મુંબ્રા બાયપાસ પર ટ્રકે સ્કૂટરને અડફેટમાં લેતાં 19થી 22 વર્ષની વયના ત્રણ યુવકનાં મોત થયાં હતા.
પોલીસના જણાવ્યા અનુસાર મુંબ્રા બાયપાસ પર ગામદેવી મંદિરની નજીક સોમવારે બપોરના આ અકસ્માત થયો હતો.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ યાસીન તડવીએ જણાવ્યું હતું કે ત્રણ યુવક સ્કૂટર પર શિળફાટા તરફ જઇ રહ્યા હતા ત્યારે ટ્રકે પાછળથી તેને ટક્કર મારી હતી. અકસ્માત બાદ ટ્રકનો માલિક અને ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો.

આ અકસ્માતમાં હસન અકરમ શેખ (19), અફઝલ સકુર શેખ (22) અને મોહિનુદ્દીન મોહંમદ શેખ (19)ને ગંભીર ઇજા પહોંચી હતી. ત્રણેયને સારવાર માટે કલવાની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જ્યાં ડોક્ટોરોએ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા.

આ પણ વાંચો: કોસ્ટલ રોડ પર કારે અડફેટમાં લેતાં પોલીસ હેડ કોન્સ્ટેબલનું મૃત્યુ

ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા બાદ મુંબ્રા પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી હતી, એમ તડવીએ જણાવ્યું હતું.

દરમિયાન અહીંના રહેવાસીઓએ જણાવ્યું હતું કે આ રસ્તો અકસ્માતગ્રસ્ત છે, પણ સત્તાવાળાઓ દ્વારા તેની અવગણના કરવામાં આવી હતી. મુંબ્રા બાયપાસ પર ટ્રકોની તપાસ થવી જોઇએ, કારણ કે ઘણી ટ્રકો પૂરપાટ વેગે જતી હોય છે, એવો આક્ષેપ તેમણે કર્યો હતો.

(પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button