સીએની એક્ઝામમાં મુંબઈની ટ્વિન સિસ્ટર ઝળકી, જાણો સફળતા અંગે શું જણાવ્યું?
મુંબઈ: કોમર્સના બ્રાઈટ સ્ટુડન્ટને પણ સીએ (ચાર્ટડ એકાઉન્ટન્ટ) બનવાનું કપરું લાગતું હોય છે, પરંતુ જો ધગશ અને મક્કમ મનોબળ હોય તો ચોક્કસ સીએ બની શકાય છે. તાજેતરમાં સીએની એક્ઝામમાં મુંબઈની જોડિયા બહેનોએ આખા દેશમાં તેમનું નામ રોશન કર્યું છે.
ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા એટ્લે સીએની પરીક્ષાના પરિણામ (CA Exam Result) તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું હતું. સીએની એક્ઝામમાં મુંબઈમાં રહેતી સંસ્કૃતિ અને શ્રુતિ અતુલ પરોલિયા નામની બે ટ્વીન સિસ્ટર આખા દેશમાં બંને બીજા અને આઠમા ક્રમ મેળવીને વિક્ર્મ કર્યો છે. આ બંને બહેનોના કુટુંબમાં છમાંથી પાંચ સભ્ય સીએ છે, જેમાં સંસ્કૃતિ અને શ્રુતિના પિતા અને ભાઈ પણ સીએ છે.
હવે સીએ બન્યા બાદ શું પ્લાન છે એ સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે નોકરી કર્યા પછી તેઓ એમબીએની પરીક્ષાની તૈયારીમાં લાગી જશે. સીએ ફાઇનલ પરીક્ષામાં સૌથી મુશ્કેલ પેપર ઓડિટ અને ટેક્સ વિષયનું હતું, પણ અમે કરેલા પ્લાનિંગ અને સીએ અમને ઘણી મદદ મળી હતી.
સીએની પરીક્ષા બોર્ડ દ્વારા તાજેતરમાં પરિણામો સાથે દેશના ટોપર્સ વિદ્યાર્થીઓની યાદી પણ જાહેર કરવામાં આવી હતી. ટોપર્સ વિદ્યાર્થીઓની યાદી જાહેર થતાં આ ટ્વિન સિસ્ટરની ચર્ચા થવા લાગી છે. સંસ્કૃતિ અને શ્રુતિ આ ટ્વીન સિસ્ટરે સાથે મળીને મુંબઈથી શાળા અને કૉલેજનું ભણતર પૂર્ણ કર્યું હતું.
સ્કૂલ અને કોલેજ પૂર્ણ કર્યા પછી બંને બહેનોએ સીએ પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી હતી અને પરીક્ષામાં પાસ પણ થયા હતા. સીએની પરીક્ષામાં સંસ્કૃતિને 800માંથી 599 ગુણ મળ્યા હતા, એટ્લે તેને 74.88 ટકા મળ્યા હતા, જેથી તે બીજા ક્રમાંકે આવી હતી. સંસ્કૃતિની જોડિયા બહેન શ્રુતિ પણ પરીક્ષામાં આઠમા ક્રમાંકેથી પાસ થઈ હતી.
આ મામલે સંસ્કૃતિ અને શ્રુતિએ કહ્યું હતું કે તેઓ સીએની પરીક્ષાની તૈયારી માટે દિવસના 12 કલાક અભ્યાસ કરતાં હતા. તેમના પરિવારના સભ્યો પણ સીએ હતા જેથી તેમને ઘણું પ્રેક્ટિકલ નોલેજ મળ્યું, જે પરીક્ષા વખતે કામ આવ્યું. તેઓને પાંચ વર્ષની ઉંમરથી જ ઈન્વેસ્ટમેન્ટ આ શબ્દની માહિતી હતી.
સીએ ફાઇનલ માટે આ વર્ષના પહેલા ગ્રૂપમાં માત્ર 9.46 વિદ્યાર્થીઓ પાસ થયા છે, અને બીજા ગ્રુપના 62679માંથી માત્ર 13540 વિદ્યાર્થીને સફળતા મળી હતી. એટ્લે કે માત્ર 21.6 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આ બંને જૂથના પરિણામોમાં પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 3099 હતી.