મુંબઈનો બીજો કેબલ-સ્ટેડ બ્રિજ રે રોડમાં, મે સુધીમાં તૈયાર થશે
મુંબઈ: બાંદ્રા વર્લી સી લિંક પછી મુંબઈમાં બીજો કેબલ-સ્ટેડ બ્રિજ રે રોડમાં તૈયાર થઇ રહ્યો છે અને બધું યોજના મુજબ ચાલશે તો તે મે મહિના સુધીમાં તૈયાર થઇ જવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. જોકે, આ બ્રિજ માર્ચની તેની સમયમર્યાદા ચુકી ગયો છે. મહારાષ્ટ્ર રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન, જેને મહારેલ પણ કહેવાય છે, તેના બાંધકામ પર ૭૦ ટકા કામ પૂર્ણ કરી ચુક્યું છે અને હાલમાં તે માર્ચમાં બ્લોક લેવા માટે મધ્ય રેલવે સાથે વાતચીત કરી રહી છે. મહારેલના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગર્ડર લોંચ કરતી વખતે ફાઉન્ડેશનનું કામ પૂર્ણ થઈ ગયું છે અને સુપરસ્ટ્રક્ચરનું કામ ચાલુ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે મુંબઈ પોર્ટ ટ્રસ્ટ અને મધ્ય રેલવેએ એક ટિકિટ કાઉન્ટર અને વર્કશોપના ૧૫ જીઆઇ શેડને સ્થાનાંતરિત કરવા પડશે; ૧૩૦ ઝૂંપડા દૂર કરાયા છે.
રે રોડ કેબલ સ્ટેડ આરઓબીમાં સેન્ટર પાયલોન સિસ્ટમ વપરાઈ છે, જેમાં સ્ટે કેબલ પુલના સેન્ટ્રલ સ્પાઇન ગર્ડર પર ઊભા કરવામાં આવે મહારેલે કેબલ-સ્ટેડ કેબલ્સની મદદથી મર્યાદિત થાંભલાઓ અને ઓછા પાયા સાથે કેબલ-સ્ટેડ ડિઝાઇન કરી છે. વ્યક્તિગત ભાગોને ફેબ્રિકેશન યાર્ડમાં પ્રિફેબ્રિકેટેડ કરવામાં આવે છે અને પછી તેને સ્થળ પર લઈ જવામાં આવે છે જ્યારે સીધા સંરેખણ માટે, સરળ અને ઝડપી બાંધકામ માટે એક સરળ સ્ટીલ ગર્ડર સિસ્ટમ અપનાવવામાં આવે છે.
બ્રિજની રચનાઓ બેરિસ્ટર નાથ પાઈ રોડના અંડરપાસ દ્વારા ટ્રાફિકની અવરજવરને મંજૂરી આપશે અને ઈસ્ટર્ન ફ્રીવે હેઠળ વાહનો પસાર કરવા માટે જરૂરી વર્ટિકલ ક્લિયરન્સ જાળવી રાખશે. વધુમાં, મહારેલે એ પ્રસ્તાવિત બ્રિજ પર તેનું સૌંદર્ય વધારે તેવી આર્કિટેક્ચરલ એલઇડી લાઇટિંગ ડિઝાઇન કરી છે. સમગ્ર મુંબઈમાં બ્રિટિશ યુગના ૧૦ જર્જરિત આરઓબીના પુન:નિર્માણમાં રે રોડ, ભાયખલા, તિલક બ્રિજ (દાદર) અને ઘાટકોપર આરઓબીનો સમાવેશ થાય છે.