આમચી મુંબઈ

મુંબઈની બસમાં કોનો ત્રાસ?: ‘આ’ કારણસર 40,000 લોકો સામે કાર્યવાહી કરી

મુંબઈ: મુંબઈ સબર્બન લોકલ ટ્રેનોમાં ટિકિટ વિના મુસાફરી કરવાની સાથે મુંબઈની બેસ્ટ બસમાં લોકો ટિકિટ વિના મુસાફરી ટ્રાવેલ કરનારાનો ત્રાસ ભોગવવો પડે છે, જ્યારે તેનાથી પ્રશાસનને પણ નુકસાન થઈ રહ્યું છે. બસમાં ટિકિટ વિના મુસાફરી કરનારા લોકો સામે સખત કાર્યવાહી કરવાના ભાગરુપે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 40,000થી વધુ લોકો સામે કાર્યવાહી કરી હતી.

વિના ટિકિટ મુસાફરી કરતા મુસાફરોને ઝડપવા માટે બેસ્ટ પ્રશાસન દ્વારા પહેલી જાન્યુઆરી, ૨૦૨૪થી શરૂ કરાયેલ વિશેષ અભિયાનમાં ૪૦,૦૦૦થી વધુ પ્રવાસી ટિકિટ વગર ઝડપાયા છે. એટલે દરરોજ ૮૦૦ જેટલા ટિકિટ વગરના મુસાફરો ઝડપાય છે અને અભિયાનમાં કરાયેલી દંડનીય કાર્યવાહીમાંથી કુલ ૨૪ લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

બેસ્ટની પાંચ કિમી સુધીની એસી મુસાફરીની ટિકિટ રૂ. ૬ અને નોન-એસી રૂ. ૫ છે, તેમ છતાં ઘણા મુસાફરો ટિકિટ લીધા વગર મુસાફરી કરવાની હિંમત કરે છે. આવા ટિકિટ વિનાના મુસાફરોને પકડવા માટે બેસ્ટે શરૂ કરેલી પહેલમાં ૨૦ ફેબ્રુઆરી સુધી ૪૦,૨૬૦ ટિકિટ વિનાના મુસાફરોને પકડવામાં આવ્યા છે.

આ પહેલ હેઠળ, વિશેષ ટીમની રચના કરવામાં આવી છે અને ટિકિટ તપાસ માટે મુંબઈમાં વિવિધ સ્થળોએ ૩૮૨ નિરીક્ષકની નિમણૂક કરવામાં આવી છે. તેથી ટિકિટ વિનાના મુસાફરોની ધરપકડ કરવાનું કામ સરળ બની રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button