આમચી મુંબઈ

મુંબઈની હવાની ગુણવત્તા સુધરી: પાલિકા કમિશનરનો દાવો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં છેલ્લા અનેક મહિનાઓથી વાતાવરણમાં ધૂળનું પ્રમાણ વધવાની સાથે જ પ્રદૂષણ સ્તર સતત વધી રહ્યું છે ત્યારે મુંબઈમાં દરરોજ ૧,૦૦૦ કિલોમીટર રસ્તા ધોવામાં આવી રહ્યા છે, તેને કારણે પ્રદૂષણનું સ્તર ઘટી ગયું હોવાનો દાવો મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલે કર્યો હતો.

મુંબઈમાં લગભગ ઓક્ટોબર મહિનાથી વાતાવરણમાં રહેલા પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. હવાની ગુણવત્તા કથળીને મુંબઈના અનેક વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ પણ ઊંચો નોંધાઈ રહ્યો હતો, તે માટે મુંબઈમાં મોટી સંખ્યામાં ચાલી રહેલા ડેવલપમેન્ટના કામને પણ જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. ત્યારે વધતા પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે પાલિકાએ આકરા પગલાં લેવાનો નિર્ધાર કર્યો હતો.

રવિવારે મુંબઈમાં ચાલી રહેલી ‘ડીપ ક્લીન’ ઝુંબેશ દરમિયાન પાલિકા કમિશનરે કહ્યું હતું કે છેલ્લા એક મહિના દરમિયાન આખા મુંબઈમાં લગભગ ૨૨,૦૦૦ કિલોમીટર લંબાઈના રસ્તાને પાણીથી ધોવામાં આવ્યા છે. અત્યાર સુધી મુંબઈના ૧૩ વોર્ડને સંપૂર્ણ સ્વચ્છ કરવામાં આવ્યા છે, તેમાંથી ૧૮૩ ટન કચરો અને ૧,૧૦૦ ટન કાટમાળ ઊંચકવામાં આવ્યો છે. દરરોજ ૧,૦૦૦ કિલોમીટર રસ્તા ધોવાનો સંકલ્પ છે. આ તમામ કારણે મુંબઈની હવાની ગુણવત્તા સુધરી છે. મુંબઈનો પહેલો એર ક્વોલિટી ઈન્ડેક્સ ૩૫૦ની આસપાસ રહેતો હતો તે હવે ઘટીને અમુક ઠેકાણે ૯૦ તો અમુક જગ્યાએ એનાથી પણ નીચે આવી ગયો છે.

નોંધનીય છે કે મુંબઈ મહાનગરમાં છેલ્લા એક મહિનાથી એટલે ૩ ડિસેમ્બર, ૨૦૨૩થી સ્વચ્છતા ઝુંબેશ ચાલી રહી છે, જે હેઠળ મુંબઈમાં રસ્તાઓ તથા ફૂટપાથ પરની ધૂળ સાફ કરીને તેને ધોવાનું કામ કરવામાં આવી રહ્યું છે. તો વાતાવરણમાં રહેલી ધૂળને નિયંત્રણમાં લાવવા માટે ડેવલપરો અને ક્ધસ્ટ્રક્શન સાઈટ માટે ૨૮ નિયમો સાથેની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે અને નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે. છતાં પ્રદૂષણના સ્તરમાં સંતોષજનક ઘટાડો જણાતો નથી. છતાં પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે મુંબઈમાં હવાની ગુણવત્તા સુધરી હોવાનો દાવો કર્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે