મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારમાં પ્રદૂષણ ફેલાવનારા ૧૦ આરએમસી પ્લાન્ટને રૂ. ૮૪ લાખનો દંડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પ્રદૂષણ ફેલાવનારા ૧૦ પ્રદૂષિત રેડીમેડ કોંક્રિટ પ્લાન્ટ (RMC) ને મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડની વિજિલન્સ ટીમે બંધ કરીને તેમને ૮૫ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
મુંબઈ શહેર અને અને આજુ બાજુના વિસ્તારો (મુંબઈ મેટ્રોપોલિટન રીજન MMR) માં હવાની ગુણવત્તા સુધારવા માટે બોમ્બે હાઈકોર્ટના નિર્દેશ મુજબ મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડે ઇન્સ્પેકશન કરવા માટે ખાસ ટીમની રચના કરી હતી.
મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં છેલ્લા બે દિવસમાં ૪૪ રેડીમેડ કોંક્રિટ પ્લાન્ટ અને નિર્માણાધીન પ્રોજેક્ટ્સ સાઇટ પર ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. .
આ દરમ્યાન ડોમ્બિવલીની સ્વામિનારાયણ લાઇફસ્પેસ એલ. એલ.પી., કલ્યાણની જે. આર.બી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લિ. , ટેમ્બઘર અંબરનાથની શ્રીરામ એન્ટરપ્રાઈઝ, ભિવંડીની પ્રિઝમ જોન્સન લિ., ભિવંડીની જ એલ. અને ટી., ક્રિષ્ના કન્સ્ટ્રક્શન્સ દહિસર મોરી, પ્રકાશ એન્જિનિયર્સ એન્ડ ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ તુર્ભે, એ.પી. કન્સ્ટ્રક્શન્સ તુર્ભે, ગજાનન સાઇદત્ત એસોસિએટ્સ વિરાર અને વરલીનો આર.ડી.એસ. પ્લાન્ટ બંધ કરવામાં આવ્યો છે અને ૧૭ આર.એમ. સી. પ્લાન્ટ માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. તો ચાર આરએમસી પ્લાન્ટને બોર્ડ દ્વારા વચગાળાના નિર્દેશો આપવામાં આવ્યા છે.
આપણ વાચો: નોટિસને નહીં ગણકારી ક્ન્સ્ટ્રકશન સાઈટના દંડમાં મોટો વધારો કરવાની પાલિકાની ચીમકી
આ અંતર્ગત કલ્યાણમાં નવ, નવી મુંબઈમાં એક, રાયગઢમાં સાત એમ કુલ ૧૭ આરએમસી પ્લાન્ટના ઇન્સ્પેક્શન બાદ તેના દ્વારા નિર્ધારિત પર્યાવરણીય દિશાનિર્દેશોનું પાલન નહી કરવા બદલ બેંક ગેરંટી હેઠળ પ્લાન્ટમાંથી ૮૪ લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. જ્યારે વિજિલન્સ ટીમે ૨૯ મોટા બાંધકામ પ્રોજેક્ટ્સની મુલાકાત લીધી છે જ્યાં બિલ્ડિંગનું બાંધકામ ચાલુ છે. પાંચ બાંધકામ પ્રોજેક્ટ્સને સૂચનાઓ આપવામાં આવી છે.
ડિસેમ્બર મહિનાથી અત્યાર સુધીમાં ૨૪૦ આરએમસીએ પ્લાન્ટની તપાસ કર્યા બાદ અત્યાર સુધીમાં ચાર કરોડ ૩૫ લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
મુંબઈ મેટ્રોપોલિટન રિજનલ એરિયામાં મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડની વિજિલન્સ ટીમે પ્લાન્ટનું ઇન્સ્પેક્શન કરવા માટે ઝુંબેશ હાથ ધરી છે અને પર્યાવરણીય ધોરણોનું પાલન નહીં કરતી સંસ્થાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.



