હવામાન વિભાગની નવી આગાહી, ગરમીમાંથી મુંબઈગરાને મુક્તિ મળશે પણ…
મુંબઈ: છેલ્લા અનેક દિવસોથી મુંબઈગરાઓ ગરમી સાથે હીટ વેવનો સામનો કરી રહ્યા છે ત્યારે આવી ભીષણ ગરમી વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD)એ મુંબઈના તાપમાનમાં ઘટાડો આવવાની સાથે દિવસ દરમિયાન તાપમાન 33 ડિગ્રીથી 35 ડિગ્રી સુધી રહેશે, પરંતુ ભેજનું પ્રમાણ વધી શકે છે, જેથી ગરમી સાથે ઉકળાટનો સામનો કરવો પડે છે. હવામાં ભેજ 80 ટકા જોવા મળશે, જેથી તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, એવી માહિતી આપી હતી.
મુંબઈના હવામાનમાં ભેજનું પ્રમાણ વધતાં 25 એપ્રિલ સુધી મુંબઈગરાઓને ભારે ગરમીનો સામનો કરવો પાડવાનો છે. આ સાથે સવારે તાપમાન ધીરે ધીરે કરીને 40 ડિગ્રી સુધી જઈને રાતે 28 ડિગ્રી સુધી પહોંચી શકે છે અને છેલ્લા ગુરુવારે તાપમાનમાં ચાર ડિગ્રી ઓછું નોંધાયું હતું તેમ છતાં મુંબઈમાં ગરમી જણાઈ રહી છે, એવું આઇએમડી વિભાગે કહ્યું હતું.
મુંબઈ અને તેની આસપાસના શહેરોમાં દિવસ અને રાતના તાપમાનમાં આઠ ડિગ્રીનું અંતર જોવા મળી રહ્યું છે. મુંબઈમાં ગઈકાલે મેક્સિમમ તાપમાન 35.4 ડિગ્રી અને મિનિમમ તાપમાન 27.4 ડિગ્રી નોંધવામાં આવ્યું હતું. વધતી ગરમીને લીધે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) દ્વારા સાઇટ પર કામ કરનાર મજૂરોને ભરતડકામાં કામ નહીં કરવવાનો આદેશ બહાર પાડ્યો છે તેમ જ કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરનાર દરેક મજૂરોને તડકા અને ગરમીથી બચવા માટે જરૂરી ઉપાયો કરવાની માહિતી પણ આપી છે.
ગયા અઠવાડિયાની વાત કરીએ તો થાણે, પાલઘર, વસઇ સામે આખા મુંબઈના અનેક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી કરતાં પણ વધારે નોંધવામાં આવ્યું હતું. જેને લીધે પાલઘરમાં એક બાળકીનું મૃત્યુ થયું હતું ત્યાર બાદ એમએમઆરડીએ દ્વારા શહેરમાં ચાલતા અનેક મેટ્રો, ફ્લાયઓવર અને રોડના વિવિધ પ્રોજેકટમાં કામ કરતાં દરેક મજૂરોની સલામતીનું ધ્યાન રાખવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાની માહિતી એક અધિકારીએ આપી હતી.