આમચી મુંબઈ

મુંબઇગરાઓને ગરમીથી રાહત મળશે?

આગામી સપ્તાહમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો થવાના કારણે રાત્રિએ ઠંડી અનુભવાશે

મુંબઈ: છેલ્લા બે અઠવાડિયાથી શહેરને ઘેરી લેનાર ઑક્ટોબર હીટમાંંથી મુંબઈગરાઓને શાંતિ મળશે? આ અંગે ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) એ કહ્યું છે કે મુંબઈમાં ચાલુ સપ્તાહમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની ધારણા છે. જો કે, ‘ઓક્ટોબર હીટ’નો અનુભવ, આગામી ૩-૪ દિવસ રહેશે, એમ અધિકારીઓએ જણાવ્યું છે. આઇએમડી મુંબઈના ડાયરેક્ટર સુનિલ કાંબલેએ જણાવ્યું હતું કે, “જો કે, લઘુત્તમ તાપમાન આગામી એક સપ્તાહ સુધી ૨૬ ડિગ્રી અથવા ૨૫ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે. પવનની બદલાતી પેટર્નને કારણે આ ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે.

સોમવારે, સાંતાક્રુઝ ખાતે હવામાન બ્યુરોની વેધશાળાએ લઘુતમ તાપમાન ૨૪.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધ્યું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું છે. કોલાબાના પ્રાદેશિક હવામાન કેન્દ્રમાં, તે દરમિયાન, લઘુતમ તાપમાન ૨૬.૨ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું છે.શીત લહેર સંબંધિત પ્રશ્ર્નોના જવાબમાં, અધિકારીઓએ જણાવ્યું હતું કે, “સામાન્ય રીતે, અમે ડિસેમ્બર મહિનામાં જ્યારે તાપમાન ૧૪ – ૧૫ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જાય ત્યારે શીત લહેર જાહેર કરીએ છીએ. હાલમાં, મુંબઈ આગામી ત્રણ- ચાર દિવસ માટે ‘ઑક્ટોબર હીટ’નો અનુભવ કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button