આમચી મુંબઈ

મુંબઈગરાને ટોલમાંથી મળશે મુક્તિ

વિધાનસભા ચૂંટણી પહેલાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે લઇ શકે છે નિર્ણય

મુંબઈ: મુંબઈના એન્ટ્રી પોઈન્ટ્સ પર લાગતા ટોલને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ખતમ કરવા માગે છે. તેમણે આદેશ આપ્યો છે કે સપ્ટેમ્બર, ૨૦૨૭માં ખતમ થનારા ટોલને આ વર્ષના ઓગસ્ટ મહિના પહેલાં ખતમ કરવામાં આવશે. આ માટે દંડ સાથે કેટલી રકમ ટોલ વસૂલ કરનારી કંપનીને આપવી પડશે તેનો વિસ્તૃત અહેવાલ નજીકના સમયમાં જ રજૂ કરવામાં આવશે. મુખ્ય પ્રધાનની ઓફિસના એક અધિકારીએ જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન એન્ટ્રી પોઈન્ટથી ટોલ ખતમ કરવા માટે પૂરી રીતે
સકારાત્મક છે.

ટોલ ખતમ કરવા માટે તત્કાલીન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કોશિશ કરી હતી, પણ તેઓ નિષ્ફળ રહ્યા હતા. હવે શિંદે આ માટે તૈયાર છે. તેમનું માનવું છે કે આર્થિક રાજધાીન મુંબઈ આવવા માટે ટોલ શા માટે આપવો જોઇએ. ટોલ ખતમ થવો જોઇએ.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરેએ આ પહેલાં પણ આક્રમક રવૈયો અપનાવ્યો હતો. કોંગ્રેસ, ઉદ્ધવ સેના, શરદ પવારની એનસીપી સહિત અન્ય પક્ષોએ પણ આ મુદ્દાને ગજાવ્યો હતો. ટોલ વસૂલવો કે તેને ખતમ કરવો એ ચૂંટણીનો મુખ્ય મુદ્દો બનશે. આ મુદ્દાને વધુ ગાજવા ન દેવા અને ક્રેડિટ અંકે કરવાનો મોકો મુખ્ય પ્રધાન જવા દેવા નથી માગતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button