આમચી મુંબઈ

Mumbaikarઓને મળશે વધારાની 2,000 મેગાવૉટ વીજળી

મુંબઈ: મુંબઈ અને મુંબઈ ઉપનગરને વીજ પુરવઠો પુરો પાડવા માટે પનવેલમાં ઊભા કરવામાં આવનારો વીજ પ્રકલ્પ અંતિમ તબક્કામાં હોઇ થોડા જ સમયમાં તે શરૂ કરવામાં આવશે. આ વીજ પ્રકલ્પના કારણે મુંબઈ, મુંબઈઉપનગર તેમ જ પનવેલના 16 ગામોને વીજ પુરવઠો પુરો પાડવામાં આવશે. આ પ્રકલ્પના કારણે મુંબઈગરાઓને વધારાની 2,000 મેગાવૉટ વીજળી મળી રહેશે.

આ વીજ પ્રોજેક્ટને ‘મુંબઇ ઊર્જા’ નામ આપવામાં આવ્યું છે અને મુંબઈમાં વધી રહેલી વસતી તેમ જ મુંબઈના વિકાસને જોતા વધારાના વીજ પુરવઠાની જરૂર જણાતી હોઇ આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. મુંબઈમાં ઝડપથી રહેઠાણો અને ઔદ્યોગિક વસાહતો ઊભા થઇ રહ્યા છે અને તેથી વીજ પુરવઠાની માગણી પણ વધી રહી છે. દેન્દ્ર સરકારના ઊર્જા મંત્રાલયે આ વાત ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ શરૂ કર્યો હતો.

મુંબઈના નવા ઉદ્યોગોને પણ વીજ પુરવઠો પૂરો પાડવા માટે આ પ્રોજેક્ટ મહત્ત્વનો સાબિત થશે. છેલ્લાં બે વર્ષથી મુંબઈ ઊર્જા પ્રોજેક્ટના માધ્યામથી હાઇ વૉલ્ટેજ તારના જોડાણનું કામ શરૂ છે. આ પ્રોજેક્ટ માટે પનવેલ તાલુકાના 16 ગામની જમીનનો ઉપયોગ થશે. ઓવે, કિરવલી, આડિવલી, ધાનસર, તુર્ભે, નેવાળી, ટેંભોડે, વલવલી, કોલવાડી, પાલીપુદ્રક, હેદુટણે, ચિંધ્રણ, ચિંતવલી, મોહદર, કાંડપ વગેરે ગામોમાંથી આ ઇલેક્ટ્રિક લાઇન બેસાડવામાં આવશેત.

ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટ માટે જમીન હસ્તગત કરવાની પ્રક્રિયા શરૂ થઇ હતી ત્યારે સ્થાનિક ખેડૂતોએ મોટું આંદોલન કર્યું હતું. જોકે, તેમને સમજાવવામાં આવતા અંતે તેમણે આંદોલન પાછું ખેંચ્યું હતું.

Also Read –

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker