આમચી મુંબઈ

મુંબઇગરાઓ ઠંડીથી રહેશે વંચિત?

મિગ્જૌમ ચક્રીવાદળને લીધે ગરમી વધી

મુંબઈ: દેશમાં શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. થોડાક દિવસો પહેલા મુંબઈના વાતાવરણમાં પણ ઠંડક હતી અને આ દરમિયાન અનેક ભાગોમાં વરસાદ પણ પડ્યો હતો. ભારતના દક્ષિણ છેડે આવેલા મિંગ્જૌમ ચક્રીવાદળને લીધે ચાલુ અઠવાડીયામાં મુંબઈના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ડિસેમ્બર મહિનો શરૂ થયા છતાં શહેરનું તાપમાન વધતા મુંબઈગરાઓ ઠંડીની રાહ જોઈ રહ્યા છે.
ભારતના દક્ષિણ છેડે આવેલા મિગ્જૌમ ચક્રીવાદળની અસર મુંબઈના વાતાવરણમાં પણ થઈ રહી છે. મુંબઈમાં વરસાદ પડતાં થોડાક સમય માટે વાતાવરણમાં ઠંડક સર્જાઈ હતી પણ છેલ્લા થોડાક દિવસોથી તાપમાનમાં ફરી વધારો થઈ રહ્યો છે. ભારતના હવામાન વિભાગે સુપર એલ નિનોને લીધે આ વર્ષે ઠંડીનો ચમકારો ઓછો જણાશે એવી આગાહી કરી હતી. મુંબઈમાં વહેલી સવારે વાદળ છવાયા હોવાથી ધુમ્મસ જોવા મળે છે. આઇએમડીએ એમ પણ જણાવ્યું હતું કે જાન્યુઆરી મહિનામાં કદાચ થોડાક પ્રમાણમાં ઠંડી પડે.

મિગ્જૌમ ચક્રીવાદળ ઠંડીનું પ્રમાણ ઘટાડવા માટે જવાબદાર બન્યું છે. બંગાળની ખાડીમાં ઓછા દબાણનો પટ્ટો નિર્માણ થતાં ચક્રીવાદળ સર્જાયું છે જેને લીધે વાતાવરણમાં બદલાવ જોવા મળ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button