આમચી મુંબઈ

કાળઝાળ ગરમીથી મુંબઈગરો શેકાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઉનાળાની હજી શરૂઆત જ થઈ છે અને રાજ્યના મોટાભાગના જિલ્લામાં તાપમાનનો પારો લગભગ 40 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે. તો મુંબઈમાં પણ
શુક્રવારે દિવસ દરમિયાન ભારે ગરમી અને ઉકળાટ રહેતા મુંબઈગરા પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. શુક્રવારે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ તાપમાન મધ્ય મહારાષ્ટ્રના સોલાપુરમાં 39.1 ડિગ્રી જેટલું નોંધાયું હતું.
આ વર્ષે મુંબઈ સહિત રાજ્યમાં શિયાળાનો કંઈ ખાસ જામ્યો નહોતો અને હવે માર્ચ મહિનાની શરૂઆત સાથે જ ઉનાળાની આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, તેને જોતા આગામી દિવસમાં રાજ્યમાં ઉનાળો આકરો રહેવાની શક્યતા છે. ખાસ કરીને 10 માર્ચ પછી મુંબઈ સહિત રાજ્યમાં ગરમી વધવાની શક્યતા છે.
મુંબઈમાં દિવસ દરમિયાન આકરી ગરમી જણાઈ રહી છે, તો રાતના સમયે તાપમાનનો પારો નીચો નોંધાઈ રહ્યો છે, છતાં દિવસના મહત્તમ તાપમાનનો પારો ઊંચો નોંધાઈ રહ્યો હોવાને કારણે આગામી દિવસમાં ઉનાળો આકરો જવાની શક્યતા છે. શુક્રવારે મુંબઈમાં સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી અને લઘુતમ 19.5 ડિગ્રી તો કોલાબામાં મહત્તમ તાપમાન 32.0 ડિગ્રી અને લઘુતમ તાપમાન 21.4 ડિગ્રી નોંધાયું હતું.
મધ્ય મહારાષ્ટ્રના સોલાપુરમાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાનનો પારો 39.1 ડિગ્રી નોંધાયો હતો, જે સમગ્ર રાજ્યમાં ઊંચુ રહ્યું હતું. તો સાંગલીમાં 37.3 , નાશિકમાં 33.9 ડિગ્રી, જળગાંવમાં 34.8 ડિગ્રી, પુણેમાં 35.4 ડિગ્રી, હિલ સ્ટેશન મહાબળેશ્વરમાં 31.1 ડિગ્રી જેટલો ઊંચો નોંધાયો હતો.
મરાઠવાડના મોટાભાગના જિલ્લામાં મહત્તમ તાપમાન 33થી 36 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું, જેમાં પરભણીમાં 36.5 ડિગ્રી અને નાંદેડમાં 36.4 ડિગ્રી નોંધાયું હતું.
જ્યારે વિદર્ભમાં પણ મોટાભાગના જિલ્લામાં મહત્તમ તાપમાનનો પારો 34થી 38 ડિગ્રી સુધી નોંધાયો હતો. યવતમાળમાં 38.0 ડિગ્રી, ચંદ્રપુરમાં 38.0, વર્ધા અને બ્રહ્મપુરીમાં 37 ડિગ્રી, અકોલામાં 36.3 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker