આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

મુંબઈગરાઓ યાદ રાખી લો તમારા મતદાનના અધિકારનો દિવસ!

મુંબઈઃ 18મી લોકસભાની ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચના કમિશનરે જાહેર કરી છે ત્યારે આગામી દિવસોમાં દેશના રાજકારણમાં વધુ ગરમાવો જોવા મળશે. 543 બેઠક પરની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે, જે 19મી એપ્રિલથી પ્રારંભ થશે.

દેશના રાજકારણની માફક મહારાષ્ટ્રના રાજકારણની દેશમાં ચર્ચા રહેતી હોય છે, જ્યારે મહારાષ્ટ્રમાં પાંચ તબક્કામાં મતદાન થશે. પાંચમા તબક્કામાં 20મી મેના મુંબઈ, થાણે, કલ્યાણ, ભિવંડી, પાલઘર, નાશિક, છત્રપતિ સંભાજીનગર, ધુળે, દિંડોરીમાં મતદાન કરવાનું રહેશે.

આ સિવાય 19મી એપ્રિલના રામટેક, નાગપુર, ભંડારા, ગોંદિયા, ગઢચિરોલી-ચિમુર, ચંદ્રપુરમાં યોજાશે. 26મી એપ્રિલના બુલઢાણા, અકોલા, અમરાવતી, વર્ધા, યવતમાળ, વાશિમ, હિંગોલી, નાંદેડ, પરભણીમાં રહેશે. સાતમી મેના રાયગઢ, બારામતી, ધારાશિવ, લાતુર, સોલાપુર, માઢા, સાંગલી, સાતારા, રત્નાગિરિ, સિંધુદુર્ગ, કોલ્હાપુર, હાતકણંગલેમાં મતદાન થશે.

ચોથા તબક્કામાં નંદુરબાર, જળગાંવ, રાવેર, જાલના, છત્રપતિ સંભાજીનગર, પુણે, શિરુર, અહેમદનગર, શિરડી, બીડમાં યોજવામાં આવશે.

સાત તબક્કામાં યોજાનારી ચૂંટણી પૈકી સૌથી પહેલા 19મી એપ્રિલના 102 બેઠકનો સમાવેશ કરવામાં આવશે. 26મી એપ્રિલના 89 બેઠક, સાતમી મેના 94 બેઠક, 13મી મેના 96 બેઠક, 20મી મેના 49 બેઠક, 25મી મેના 57 બેઠક તથા પહેલી જૂન, 2024ના છેલ્લા તબક્કાનું મતદાન 57 બેઠક પર ચૂંટણી યોજવામાં આવશે.

પહેલા તબક્કામાં લગભગ 21 રાજ્યને આવરી લેવામાં આવશે, જ્યારે બીજા તબક્કામાં 13 રાજ્યના વિવિધ વિસ્તારને સમાવી લેવામાં આવશે. ઉપરાંત, ત્રીજા તબક્કામાં 12, ચોથા તબક્કામાં 0, પાંચમામાં આઠ, છઠ્ઠામાં સાત અને સાતમા તબક્કામાં આઠ રાજ્યના શહેર-મહાનગરોને સમાવી લેવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button