મુંબઈગરો બની રહ્યો છે ભૂલક્કડ, બનાવ્યો આ અનોખો રેકોર્ડ…
મુંબઈઃ મુંબઈ મેરી જાનના મુંબઈગરાઓએ એક વધુ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. જોકે, મુંબઈગરાએ આ રેકોર્ડ કોઈ સારી બાબત માટે નહીં પણ પોતાની વસ્તુઓ ભૂલી જવાની આદતને કારણે બનાવ્યો છે. હાલમાં જ હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું હતું કે મુંબઈગરાઓ ટેક્સીમાં સૌથી વધુ સામાન ભૂલવા લાગ્યા છે.
એક રિપોર્ટ પર વિશ્વાસ કરીએ તો દેશની રાજધાની દિલ્હીના લોકો ટેક્સીમાં સૌથી વધુ સામાન ભૂલે છે અને આ પ્રકારની મોટાભાગની ઘટનાઓ શનિવારના દિવસે તેમ જ સાંજના સાત વાગ્યા બાદ બને છે. ટેક્સીમાં સામાન ભૂલવાની યાદીમાં દિલ્હી બાદ બીજા નંબરે આવે છે દેશની આર્થિક રાજધાની મુંબઈ અને ત્રીજા નંબરે આવે છે આઈટી હબ તરીકે ઓળખાતું બેંગ્લુરુ.
આ પણ વાંચો: હવામાન વિભાગની નવી આગાહી, ગરમીમાંથી મુંબઈગરાને મુક્તિ મળશે પણ…
ઉબરના લોસ્ટ એન્ડ ફાઉન્ડ સર્વે 2024 અનુસાર દિલ્હી, મુંબઈ અને બેંગ્લુરુ એ ત્રણ ટોપ સિટીમાં સામેલ છે કે જ્યાં લોકો ટેક્સીમાં સૌથી વધુ સામાન ભૂલે છે. ત્યાર બાદ હૈદરાબાદ ચોથા નંબરે અને મહારાષ્ટ્રનું પુણે પાંચમા નંબરે આવે છે.
આ સર્વેમાં એવું પણ જાણવા મળ્યું હતું કે લોકો ટેક્સીમાં સૌથી વધુ મોબાઈલ ફોન, બેગ, વોલેટ અને કપડાં ભૂલી જાય છે. આ સિવાય પાણીની બોટલ અને ચાવીઓનો સમાવેશ પણ થાય છે. કેટલાક ઉબર યુઝર્સ ચશ્મા અને જ્વેલરી જેવી વસ્તુઓ પણ કારમાં ભૂલી જાય છે. જ્યારે કેટલાક લોકો પાસપોર્ટ, બેંક અને બિઝનેસના મહત્ત્વના ડોક્યુમેન્ટ્સ પણ ટેક્સીમાં ભૂલી જાય છે.
આ પણ વાંચો: મુંબઈગરા માટે Important Information, આટલા મહિના ચાલે એટલું જ છે પાણી…
રિપોર્ટ અનુસાર લોકો સૌથી વધુ વસ્તુઓ શનિવારના દિવસે અને સાંજના સાત વાગ્યાની આસપાસ ભૂલી જાય છે. આ સિવાય તહેવારો અને દિવાળીના સમયે લોકો સૌથી વધુ એપ્પલના પ્રોડક્ટ ભૂલી જાય છે.
ઉબરના સેન્ટ્રલ ઓપરેશન હેઠળ નીતિશ ભૂષણે જણાવ્યું હતું કે આપણે બધા જ પ્રવાસ કરીએ છીએ અને આપણે બધા જ ક્યારેકને ક્યારેક કોઈકને કોઈક વસ્તુ તો ભૂલી જઈએ છે. ભૂલાયેલી વસ્તુઓમાં ક્યારેક કોઈ મહત્ત્વની વસ્તુ હોય છે તો ક્યારેક કોઈ મામુલી ચીજ-વસ્તુ. જોકે, અમે તમારી સાથે છીએ અને તમે તમારો ભૂલાયેલો સામાન કેટલાક સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરીને પાછો મેળવી શકો છો.