મુંબઈગરાએ ધૂમધામથી ગણપતિબાપ્પાને આપી વિદાય | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મુંબઈગરાએ ધૂમધામથી ગણપતિબાપ્પાને આપી વિદાય

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ધૂમધામથી વાજતે-ગાતે ભક્તોએ પોતાના લાડલા ગણપતિબાપ્પાને વિદાય આપી હતી. સાકીનાકામાં વીજળીનો કરન્ટ લાગીને એકનું મૃત્યુ અને પાંચ જખમીને બાદ કરતા અન્ય કોઈ પણ અનિચ્છીય બનાવ મુંબઈમાં નોંધાયો નહોતા. રવિવાર સવાર સુધીમાં કુલ ૩૬,૬૩૨ ગણેશમૂર્તિના જુદા જુદા વિસર્જન સ્થળ પર વિસર્જન કરવામાં આવ્યા હતા. તો મુંબઈમાં રવિવાર સાંજ સુધીમાં કુલ ૧,૯૭,૧૧૪ મૂતિના વિસર્જન કરવામાં આવ્યા હતા.

મુંબઈમાં આ વખતે ૭૦ વધુ નૈસર્ગિક સ્થળ અને ૨૯૦ કરતા વધુ કૃત્રિમ તળાવમાં આ વખતે વિસર્જન કરવામાં આવ્યું હતું. શનિવારે અનંત ચતુર્દશીના સવારથી પડી રહેલા વરસાદ વચ્ચે ભક્તોએ ભારે હૃદયે ‘ગણપતિ બાપ્પા મોયાર્, પુઢચા વર્ષી લવકર યા’ના ગગનભેદી નારા વચ્ચે વાજતે-ગાજતે, ઢોલ-નગારાને તાલે વિદાય આપી હતી. શનિવાર સવારથી ગણેશમૂર્તિના વિસર્જન શરૂ થયા હતા, જે રવિવારે મોડી રાતે લાલબાગચા રાજના વિસર્જન સાથે જ મુંબઈમાં ગણેશવિસર્જન પૂરું થયું થતા પાલિકા પ્રશાસન, પોલીસ સહિત તમામ લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.

પાલિકાએ આપેલા આંકડા મુજબ ૧૧ મા દિવસે રવિવાર સવાર સુધીમાં કુલ ૩૬,૬૩૨ મૂર્તિના વિસર્જન થયા હતા, જેમાં સાર્વજનિક મંડળના કુલ ૫,૮૫૫, ઘરના ૩૦,૪૬૮ અને ગૌરી મૂર્તિના ૩૦૯ વિસર્જન થયા હતા.

પાલિકાએ આપેલા આંકડા મુજબ મુંબઈમાં આ વર્ષે ગણેશોત્સવમાં રવિવાર સાત સપ્ટેમ્બર, ૨૦૨૫ના સાંજના છ વાગ્યા સુધીમાં આ વખતે ૧,૯૭,૧૧૪ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું, તેમાં ૧,૮૧,૩૭૫ ઘરની તો ૧૦,૧૪૮ સાર્વજનિક ગણેશમૂર્તિ તેમ જ ગૌરી અને હરતાલિકા મળીને ૫,૫૯૧ મૂર્તિનો સમાવેશ થાય છે. હાઈ કોર્ટના નિદેર્શ મુંબઈમાં આ વર્ષે છ ફૂટથી ઓછી ઊંચાઈની તમામ ગણેશમૂર્તિના વિસર્જન ભક્તો દ્વારા કૃત્રિમ તળાવમાં કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો…મુંબઈના આ ગણપતિ વિસર્જન વિના જ ગિરગાંવ ચોપાટીથી પાછા ફર્યા, કારણ જાણીને ચોંકી ઉઠશો…

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button