આમચી મુંબઈ

ચોમાસા પૂર્વે મુંબઈગરા આ બીમારીઓથી પરેશાનઃ પાંચ મહિનામાં આટલા નોંધાયા કેસ

મુંબઈઃ ચોમાસાના આગમન પહેલા જ છેલ્લા પાંચ મહિનામાં ૧૯૭૧ લોકો મચ્છરજન્ય રોગોનો ભોગ બન્યા છે. ચોમાસા દરમિયાન મચ્છરજન્ય રોગોથી પીડિત લોકોની સંખ્યામાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને આ વખતે રોગના નિવારણ અને સારવાર માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં વધુ તકેદારી રાખવા પર ભાર આપવાનું શરૂ કરાયું છે.

ચોમાસાના આગમનની સાથે જ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોથી પીડિત લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થાય છે. ચોમાસાની શરૂઆત પહેલા જ બીએમસી આરોગ્ય વિભાગે જાન્યુઆરીથી મે મહિનાના રજૂ કરેલા આંકડા અનુસાર મેલેરિયાથી ૧૬૧૨, ડેન્ગ્યુથી ૩૩૮ અને ચિકનગુનિયાથી ૨૧ લોકોને અસર થઈ છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રની સરકારી શાળાઓમાં મધ્યાહ્ન ભોજનનું મેનુ બદલાશે, જાણો સરકારનો નવો નિયમ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ, દિલ્હીએ બીએમસીને ગેસ્ટ્રો, હેપેટાઈટીસ, ડેન્ગ્યુ અને મેલેરિયા પર કાબૂ મેળવવા માટે ફોકાય પદ્ધતિનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ પદ્ધતિ હેઠળ એવા વિસ્તારો પર ધ્યાન આપવામાં આવશે જ્યાં દર્દીઓની સંખ્યા ખૂબ વધારે છે.

સંબંધિત વિસ્તારમાં બીડિંગ સાઇટ્સને શોધવા અને નાશ કરવા જેવા પગલાં અસરકારક રીતે લાગુ કરવામાં આવે છે. આ સિવાય તાવના દર્દીઓની તપાસ અને સારવાર જેવા પગલાંનો સમાવેશ કરવામાં આવશે, જેથી આ રોગોને સંપૂર્ણ રીતે નિયંત્રિત કરી શકાય.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker