આમચી મુંબઈ

મુંબઈગરાઓ ડહોળા પાણીથી ત્રાહિમામ્

પાણી ઉકાળી અને ગાળીને પીવાની પાલિકાની અપીલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના અનેક વિસ્તારોના નાગરિકો પોતાના ઘરમાં ડહોળું અને અશુદ્ધ પાણી પીતા હોવાની ચોંકાવનારી માહિતી નવા ઍનવાયરમેન્ટલ સ્ટેટ્સ રિપોર્ટ (૨૦૨૨-૨૦૨૩)માં જાહેર કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ પરીક્ષણ કરાયેલા સરેરાશ પાણીના નમૂનાઓમાંથી ૦.૯૯ ટકા પાણી પીવાને યોગ્ય ન હોવાનું જણાયું હતું. મુંબઈમાં મુખ્યત્વે ડોંગરી અને ઉમરખાડી જેવા વિસ્તારો ધરાવતા ‘બી’ વોર્ડમાં (૬.૭ ટકા ) સૌથી વધુ માત્રામાં પાણીના નમૂના અશુદ્ધ જણાયા હતા. જોકે તેમાં કોઈ જોખમી ઘટકો જણાયા નથી. મુંબઈ મહાનગરપાલિકાના પર્યાવરણ વિભાગના વાર્ષિક અહેવાલ (ઍનવાયરમેન્ટલ સ્ટેટ્સ રિપોર્ટ)માં આ માહિતી પ્રકાશમાં આવી છે. તેથી મુંબઈગરાને પાણી ઉકાળીને અને ગાળીને પીવાની અપીલ મુંબઈ મહાનગરપાલિકા મારફત કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૧-૨૦૨૨ના અહેવાલમાં માત્ર ૦.૩૩ ટકા પરીક્ષણ કરાયેલા નમૂના અયોગ્ય હતા.

મુંબઈના તમામ ૨૪ પ્રશાસકીય વોર્ડમાં દરરોજ પાણીના નમૂના લેવામાં આવે છે. મુંબઈ મહાનગરપાલિકા વાર્ષિક સરેરાશને આધારે અયોગ્ય પાણીના નમૂનાની ટકાવારી નક્કી કરે છે. સપ્ટેમ્બરમાં પ્રકાશિત થયેલા ૨૦૨૨-૨૩ના અહેવાલએ અશુદ્ધ
પાણીની વાર્ષિક સરેરાશ ટકાવારીમાં થોડો વધારો દર્શાવ્યો છે. બી વોર્ડ સિવાય ડોંગરીમાં (૬.૭ ટકા), આર-સેન્ટ્રલ બોરીવલીમાં (૨.૧ ટકા), જી-ઉત્તર વોર્ડ-ધારાવી અને દાદરમાં (૧.૭ ટકા) પાણીમાં અશુદ્ધતાનું પ્રમાણ વધ્યું છે.

દરરોજ લગભગ ૨૦૦ પાણીના નમૂનાઓ અને ચોમાસામાં અથવા કટોકટીના સમયગાળામાં આરોગ્ય વિભાગ અને પાલિકાના હાઈડ્રોલિક ઍન્જિનિયરિંગ વિભાગ દ્વારા ૩૦૦ જેટલા પીવાના પાણીના નમુનાઓ સંયુક્ત રીતે એકત્રિત કરવામાં આવે છે અને નિયમિત રીતે બેક્ટેરિયોલોજિકલ પૃથ્થકરણ માટે મોકલવામાં આવે છે. બ્યુરો ઑફ ઈન્ડિયન સ્ટાર્ન્ડડર્સના ૩૨ પેરામિટર મુજબ ગંધ, રંગ, સ્વાદ, પીએચ સ્તર, ક્લોરિન સ્તર સહિત પાણીના નમૂનાઓ પીવા માટે યોગ્ય છે કે કેમ તે નક્કી કરવામાં આવે છે.

પાણીપુરવઠા ખાતાના અધિકારીના જણાવ્યા મુજબ ૨૦૧૨-૧૩માં મુંબઈમાં અશુદ્ધ પાણીની ટકાવારી ૧૭ ટકા હતી, જે ૨૦૧૮-૧૯માં ઘટીને ૦.૭ ટકા પર લાવવામાં આવી છે. મુંબઈના પીસે અને ભાંડુપ કૉમ્પ્લેક્સમાં આવેલા ફિલ્ટરેશન પ્લાન્ટમાં જળાશયોના પાણીને લાવ્યા બાદ શુદ્ધ કરવામાં આવે છે. પાણી શુદ્ધ કર્યા બાદ તેની ગુણવત્તાની કસોટીમાં પાસ થયા બાદ તેની સપ્લાય કરવામાં આવે છે. દરેક વોર્ડમાંથી પણ હેલ્થ ઑફિસર નિયમિત રીતે નમૂનાઓની તપાસ કરે છે. ‘બી’ વોર્ડમાં અશુદ્ધ પાણીમાં વધારો થયો હોવાનું જણાયું છે, કારણકે ત્યાં મોટાભાગની પાણીની પાઈપલાઈન જૂની અને કાટ લાગેલી છે. આગામી સમયમાં આ પાઈપલાઈન બદલવામાં આવવાની છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?