આમચી મુંબઈ

…. હવે મુંબઇગરાને પાણી કાપથી મળશે છૂટકારો, જાણો છો શું છે કારણ?

મુંબઇ: મુંબઇમાં આડે દિવસે થતાં પાણી કાપથી લોકોને છૂટકાકરો મળવાનો છે. કારણે સમુદ્રના ખારા પાણીને ગળ્યું બનાવવાની યોજનાને આખરે લીલી ઝંડી મળી ગઇ છે. મુંબઇની વધતી વસ્તી અને પાણીની જરુરિયાત જોતાં પાણીનો નવો સ્ત્રોત નિર્માણ કરવા માટે મનોરી ખાતે સમુદ્રના ખારા પાણીને ગળ્યું કરવાના ડિસેલિનેશન પ્રોજેક્ટ ઊભો કરવામાં આવનાર છે. પાછલાં અનેક વર્ષોથી ચર્ચામાં રહેનાર આ પ્રોજેક્ટ માટે ટેન્ડર કાઢવામાં આવશે તેવું આશ્વાસન મુંબઇ મહાનગરપાલિકા દ્વારા વારંવાર આપવામાં આવી રહ્યું હતું. ત્યારે હવે આવતાં મહિને આ ટેન્ડર માટે મુહૂર્ત મળી ગયું છે. આવનારા ડિસેમ્બર મિહનામાં આ અંગે ટેન્ડર બહાર પાડવામાં આવશે તેવી જાણકારી મુંબઇ મહાનગરપાલિકાના એડિશનલ કમીશનર પી. વેલરાસૂએ આપી હતી.

મુંબઇને રોજ સાત ડેમમાંથી પાણી પૂરવઠો કરવામાં આવે છે. પણ જો એકાદ વર્ષ વરસાદ ઓછો થાય તો મુંબઇગરાને 10 થી 15 ટકા પાણીકાપનો સમાનો કરવો પડે છે. ઉપરાંત આવનારા સમયમાં મુંબઇની વધી રહેલી લોકસંખ્યા પ્રમાણે પાણીની માગ પણ વધવાની છે. આ માગને પહોંચી વળવા માટે પાલિકા દ્વારા મનોરીમાં મહારાષ્ટ્ર પર્યટન વિકાસ મહામંડળની માલિકીની 12 હેક્ટર જગ્યા પર આ પ્રોજેક્ટ શરુ કરવામાં આવનાર છે. આ પ્રોજેક્ટ ચાર વર્ષમાં પૂરો કરવાનો હોવાથી તેનો કુલ ખર્ચ ત્રણ હજાર 520 કરોડ રુપિયા છે. છેલ્લાં બે વર્ષથી આ પ્રોજેક્ટ ચર્ચામાં છે.
આ પ્રોજેક્ટ માટે સલાહકારની નિમણૂંક કરી તેનો એહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. જોકે અત્યાર સુધી આ પ્રોજેક્ટ શરુ કરવા માટે મુંબઇ મહાનગરપાલિકાને મુહૂર્ત મળ્યું નહતું. જોકે હવે આવતા મહિને આ અંગે ટેન્ડર બહાર પાડી વહેલી તકે કામ શરુ કરવાની બાંયધરી પાલિકાએ આપી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત