આમચી મુંબઈ

મુંબઈ રેપ કેસમાં મોટો વળાંક; યુવતીએ પોતાની જાતને જ ઈજા પહોંચાડી હોવાની શક્યતા

મુંબઈ: નાલાસોપારામાં રેલ્વે સ્ટેશન બહાર 20 વર્ષીય યુવતી પર બલાત્કારના કેસની તપાસમાં મોટો વળાંક આવ્યો છે. મહિલાને નાજુક સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં (Mumbai rape case) આવી હતી. 20 વર્ષીય યુવતીએ દાવો કર્યો હતો કે બળાત્કારીએ તેના ગુપ્તાંગમાં પથ્થરો અને સર્જિકલ બ્લેડ ઘુસાડ્યા હતાં. આ બળાત્કાર ગુજારવાના આરોપમાં મુંબઈના એક ઓટો-રિક્ષા ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. હવે જાણવા મળ્યું છે કે મહિલાએ પોતે જ પોતાને ઈજા પહોંચાડી હતી. ઓટો-રિક્ષા ડ્રાઈવર પર બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો છે, પરંતુ પોલીસની પ્રાથમિક પૂછપરછ બાદ ઘણા ખુલાસા થયા છે. પોલીસના જણાવ્યા મુજબ મહિલાએ પોતે જ તેના શરીરમાં વસ્તુઓ નાખી હતી.

યુવતી ઓટો-રિક્ષા ડ્રાઈવર સાથે બીચ પર ગઈ હતી! પોલીસે મીડિયા ચેનલ સાથે વાત કારતા જણાવ્યું કે યુવતી તેના પરિવાર સાથે મુંબઈ મેટ્રોપોલિટન રિજનના નાલાસોપારામાં રહે છે. યુવતી ઓટો-રિક્ષા ડ્રાઈવર સાથે તેના ઘરથી લગભગ 12 કિમી દૂર અર્નાલા બીચ પર ગયા હતા. બંનેએ ત્યાં જ રાત વિતાવવાનું આયોજન કર્યું. જોકે, યુવતી પાસે માન્ય ID ન હતું, આથી તેમને હોટલમાં રૂમ મળ્યો નહીં અને તેથી બંનેએ રાત બીચ પર વિતાવી. પોલીસનું માનવું છે કે રાતના સમયે તેની પર બળાત્કાર થયો હતો. ત્યારબાદ ઓટો-રિક્ષા ડ્રાઈવર સ્થળેથી ફરાર થઇ ગયો.

યુવતીએ જાતે જ ઈજા પહોંચાડી:
પોલીસે જણાવ્યું કે યુવતી ત્યારબાદ કોઈરીતે નાલાસોપારાના રેલ્વે સ્ટેશન પહોંચી. આખીરાત ઘરની બહાર વિતાવ્યા પછી ઘરે ફરવાના વિચારથી ગભરાઈ ગઈ હતી, તેણે એક સર્જિકલ નાઈફ ખરીદી અને યોનિમાં દાખલ કરી. પોલીસના જણાવ્યા મુજબ શરીરમાં પથ્થરો પણ યુવતીએ પોતે નાખ્યા હતા.

Also read: વસઇમાં બીચ પર યુવતીને વાસનાનો શિકાર બનાવી: નરાધમની ધરપકડ

થોડા સમય પછી યુવતીને દુખાવો થયો અને લોહી વહેવા લાગ્યું, ત્યારે તેણે સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો. સારવાર બાદ યુવતીએ ઓટો-રિક્ષા ચાલક સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો.

આગાઉ પણ કેસ દાખલ કરી ચુકી છે:
યુવતીએ અગાઉ દાવો કર્યો હતો કે તે અનાથ છે અને વારાણસીમાં તેના કાકાની સંભાળ હેઠળ રહે છે. યુવતીના પિતાએ પોલીસને જણાવ્યું કે 2023 માં તેમની દીકરીએ અગાઉ પણ મુંબઈના નિર્મલ નગર અને શિવાજી નગરમાં બે બળાત્કારની ફરિયાદો નોંધાવી હતી. પોલીસનું માનવું છે કે મહિલા માનસિક રોગથી પીડાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button