આમચી મુંબઈ

Mumbaiના Dongriમાં આ લગ્ન સમારંભ પર કેમ રાખી હતી પોલીસે ચાંપતી નજર?

મુંબઈઃ દેશભરમાં એક દિવસમાં હજારો-લાખો લગ્ન થતાં હશે અને મુંબઈમાં પણ ઠેર ઠેર લગ્નનું આયોજન હશે, પરંતુ ગઈકાલે શનિવારે મુંબઈના ડોંગરી વિસ્તારમાં એક લગ્નનું આયોજન થયું હતું, સાદાઈથી થયેલા આ લગ્ન પર મુંબઈ પોલીસે ચાંપતો બંદોબસ્ત રાખ્યો હતો, કારણ કે આ લગ્ન એક એવા પરિવારના સભ્યના હતા, જે પરિવાર સાથે મુંબઈમાં થયેલી કરૂણાંતિકા જોડાયેલી છે. જેણે મહિનાઓ સુધી મુંબઈને રડતું અને નિસાસા નાખતું કરી નાખ્યું હતું અને દેશમાં જ નહીં વિશ્વમાં ખળભળાટ મચાવ્યો હતો. આ પરિવાર એટલે મેમણ પરિવાર. ગઈકાલે 1993ના બોમ્બ બ્લાસ્ટના Mumbai Bomb Blast કેસમાં જેલમુક્ત થયેલા સુલેમાન મેમણના દીકરા ઈલ્યાસ મેમણના ડોંગરી ખાતે લગ્ન હતા. ખૂબ જ સાદગીથી કરવામાં આવેલા આ લગ્નનું કાર્ડ સાવ સાદું હતું અને તે સૌથી પહેલું ક્રિમિનલ એડવોકેટ ફરહાના શાહને આપવામાં આવ્યું હતું કારણ કે તેણે વરરાજાની માતાને પુણેની જેલમાંથી પેરોલ પર લાવવાના હતા.

આ લગ્નની તૈયારી અને ખાસ કરીને મહેમાનોના આવરાજાવરા પર મુંબઈ પોલીસે Mumbai Police બાજ નજર રાખી હતી. મેમણ પરિવારના કહી શકાય એવા લગભગ આ છેલ્લા લગ્ન હતા. ટાઈગર મેમણ Tiger Memon પરિવાર 12મી માર્ચ, 1993ના સિરિયલ બ્લાસ્ટના ષડયંત્રના મુખ્ય આરોપી હતા. આ બ્લાસ્ટમાં 257 જણે જીવ ગુમાવ્યા હતા અને 700 જેટલા લોકોને ઈજા થઈ હતી અને તેના કરતા પણ વધારે આ ઘટનાએ દેશની આર્થિક રાજધાની મુંબઈને ખૂબ જ ક્રૂરતાપૂર્વક લોહી નિતરતી કરી નાખી હતી.


પોલીસ સહિત તમામ એજન્સીઓ બે સ્થળો પર સખત નજર માંડી બેઠી હતી. એક તો લગ્નનું સ્થળ ડોંગરી બાગ ટ્રસ્ટ અને બીજી અલ હુસૈન ઈમારત. અહીં એક સમયે છ ભાઈ અને તેમના પરિવાર સાથે રહેતા તે માહિમના અલ હુસૈની બિલ્ડિંગ અને લગ્ન સમારંભ પર પોલીસનો એન્ટિ ટેરરીસ્ટ સેલ નજર રાખી રહ્યો હતો. લગભગ ખાલી એવી આ ઈમારત પર નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી, મહારાષ્ટ્ર એન્ટિ ટેરરીઝમ સ્કવોડ, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને ઈન્ટેલિજન્સ બ્યૂરોની પણ નજર હતી. માહિમનું આ એ જ બિલ્ડિંગ છે જ્યાં એક સમયે ટાઈગર મેમણ Toger Memon, અયુબ મેમણ Ayub Memon, યાકુબ મેમણ Yakub Memonપરિવાર સાથે રહેતા હતા. હાલમાં ટાઈગર અને અયુબ પાકિસ્તાનમાં હોવાના અહેવાલો આવતા રહે છે. ચાર્ટડ અકાઉન્ટન્ટ યાકુબને 2015માં ફાંસી આપવામાં આવી હતી. યુસુફ મેમણ 2020માં જેલમાં જ મૃત્યુ પામ્યો. અંજુમ જેલમાં જ છે. સૌથી મોટો ભાઈ સુલેમાન, જેના દીકરા ઈલ્યાસના લગ્ન ગઈકાલે હતા, તે એક જ ભાઈ છે જેને જેલમુક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ તેની પત્ની રૂબિના હજુ પુણેની યેરાવડા જેલમાં આજીવન સજા કાપી રહી છે.


રૂબિનાની ભૂલ માત્ર એટલી હતી કે ટાઈગર દ્વારા હથિયારો અને વિસ્ફોટક ભરવા જે કાર વાપરવામાં આવી હતી, તે રૂબિનાના નામે રજિસ્ટર કરવામાં આવી હતી. આ કાર પોલીસને મળી હતી. વરલી પાસે મળેલી કાર અને દાદર પાસે મળેલા સ્કૂટરની મદદથી તે સમયના ડેપ્યુટી કમિશનર રાકેશ મારિયાએ અલ હુસૈની બિલ્ડિંગના તાગ મેળવ્યા હતા અને ત્યારબાદ ટાઈગર મેમણની સંડોવણી બહાર આવી હતી. રૂબિના પણ પરિવાર સાથે દુબઈ ભાગી હતી, પરંતુ પરત લાવવામા આવી હતી અને તેને આજીવન જેલવાસની સજા મળી હતી. દીકરાના લગ્ન નિમિત્તે તે બુધવારે સાત દિવસની પેરોલ પર આવી હતી. કોર્ટે નોંધ્યું હતું કે 16 વર્ષની જેલની સજા દરમિયાન રૂબિનાને 2021ની સાલમાં દીકરીના લગ્ન માટે છ દિવસની પેરોલ આપવામાં આવી હતી અને ત્યારે તે સમયસર ફરી આવી ગઈ હતી.


પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે આ લગ્નમા ટાઈગર કે અયુબ આવે તેવી શક્યતા નહીંવત છે. જોકે અમે પૂરતો બંદોબસ્ત અને સર્વેલન્સ ગોઠવ્યા છે. લગ્ન 150 મહેમાનની હાજરીમાં સાદાઈથી થવાના છે, તેવી માહિતી મળી છે. એક સમયે ઈન્કમટેક્સ ઓફિસર તરીકે કામ કરતા સુલેમાન મેમણ માહિમમાં રહે છે. દીકરો ઈલ્યાસ પ્લાસ્ટિકની વસ્તુઓનો નાનકડો ધંધો કરે છે.


પરિવારના 12 સભ્ય 1લી માર્ચથી 12મી માર્ચ,1993 વચ્ચે દુબઈ અને શાંહજહાં ભાગી ગયા હતા, જેમાંથી નવને ભારત પરત લાવી શકી હતી. 2014માં ટાડાએ યાકુબ, ઈસ્સા, રૂબિના અને યુસુફને દોષી જાહેર કર્યા હતા અને સુલેમાન, હનીફા અને રાહીનને છોડી મૂક્યા હતા. હાલમાં માહિમની એ બિલ્ડિંગમાં માત્ર યાકુબની પત્ની રાહીન પોતાના વૃદ્ધ માતા-પિતા સાથે રહે છે. આ સમગ્ર માહિતી એક અખબારી અને પોર્ટ્લના અહેવાલ દ્વારા મળી છે. મુંબઈ સમાચારની મુંબઈ પોલીસ સાથે સીધી વાતચીત થઈ શકી ન હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button