મુંબઈમાં તાપમાનમાં ફરી ઘટાડો: પારો ૧૬.૨…
મુંબઈમાં જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં શિયાળાની ઠંડીનો મુંબઈગરાને બરોબરની મજા માણી હતી અને હવે ફરીથી ઠંડી માણવા મળે એવી શક્યતા છે. શનિવાર મુંબઇમાં પારો ૧૬.૨ ડિગ્રી જેટલો નીચો ગયો હતો.
આ પણ વાંચો : નવી મુંબઈમાં કોન્ટ્રાક્ટર પર ગોળીબાર: બે બાઈક સવાર ફરાર…
આ દરમ્યાન શુક્રવારે મુંબઈમાં ગરમી અને ઉકળાટ જણાયો હતો. મુંબઈના સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૬.૦ ડિગ્રી નોંધાયું હતું, જે સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું રહ્યું હતું. તો રાતનું લઘુતમ તાપમાન ૧૬.૨ ડિગ્રી નોંધાયું હતું.જ્યારે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૩.૫ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૧.૫ ડિગ્રી નોંધાયું હતું. શુક્રવારના મુંબઈમાં ૩૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે ચાલુ મોસમમાં જાન્યુઆરીમાં અત્યાર સુધીનું સૌથી હાઈએસ્ટ રહ્યું હતું. આ અગાઉ ૨૦૧૬ની સાલમાં મુંબઈમાં ૩૭.૩ ડિગ્રી તો ૨૦૧૭માં ૨૪ જાન્યુઆરીએ ૩૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આ દમિયાન શનિવાર સવારે સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાનમાં ફરી ઘટાડો નોધાયો હતો. અને લઘુત્તમ તાપમાન ૧૬.૨ ડિગ્રી નોંધાયુ હતું.