આમચી મુંબઈ

મુંબઈમાં ટેન્કરચાલકોએ પાણીનો પુરવઠો બંધ કર્યો, જાણો કારણ?

મુંબઈ: ખાનગી કૂવાના માલિકોને પાલિકા દ્વારા ફટકારવામાં આવેલી નોટિસના વિરોધમાં મુંબઈ વોટર ટેન્કર એસોસિયેશન (એમડબ્લ્યુટીએ) દ્વારા આજથી બે મુદત માટે શહેરમાં ટેન્કર દ્વારા કરાતો પાણી પુરવઠો બંધ કરી દીધો છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

એમડબ્લ્યુટીએ પાસે ૫૦૦થી ૨૦૦૦ લિટરની ક્ષમતાવાળા અંદાજે ૧,૮૦૦ રજિસ્ટર્ડ ટેન્કર છે. સંસ્થા દ્વારા દક્ષિણ મુંબઈ સહિત શહેરના વિવિધ ભાગમાં રોજના અંદાજે ૩૫૦ એમએલડી પાણીનો પુરવઠો કરવામાં આવે છે, એમ સંસ્થાના પ્રવક્તા અંકુર શર્માએ જણાવ્યું હતું. બધા ટેન્કરવાળાએ હવે ‘બ્રેક’ લઇ લીધી છે અને બેમુદત માટે પાણી પુરવઠો બંધ કરી દીધો છે, એમ તેમણે કહ્યું હતું.

સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર સપ્લાય ઓથોરિટી પાસેથી નો-ઓબ્ઝેકશન સર્ટિફિકેટ (એનઓસી) લેવાની સાથે ૨૦૦ ચો. મીટરની જમીન, લીઝનો પુરાવો અથવા કૂવાની માલિકી, ડિજિટલ વોટર ફ્લો મીટર બેસાડવું, બીઆઇએસ સ્ટાન્ડર્ડ, રોજ લેવામાં આવતા પાણીની ગણતરી અને અન્ય બાબતો સત્તાવાળાઓ તરફથી ફરજિયાત કરવામાં આવી છે, એમ શર્માએ કહ્યું હતું.

મુંબઈ જેવા શહેરમાં આ બધા નિયમોનું પાલન કરવું બહુ મુશ્કેલ છે. આ નિયમોમાં જ્યાં સુધી અમુક છૂટછાટ નહીં આપવામાં આવે ત્યાં સુધી શહેરમાં ટેન્કર દ્વારા પાણી પુરવઠો નહીં કરવામાં આવે, એમ તેમણે કહ્યું હતું. આ બાબતે એમડબ્લ્યુટીએ દ્વારા મુખ્ય પ્રધાન કાર્યાલય તથા અન્ય સત્તાવાળાઓને આ મુદ્દે પત્ર લખવામાં આવ્યો છે. 
(પીટીઆઇ)

આપણ વાંચો : મુંબઈને પાણીની સમસ્યામાંથી ઉગારવા કેન્દ્ર હસ્તક્ષેપ કરે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button