આમચી મુંબઈ

આજે અને આવતી કાલે મુંબઈના આ વિસ્તારોમાં પાણીપુરવઠા બંધ રહેશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈને પાણીપુરવઠો કરનારી તાનસા પાઈપલાઈનમાં શુક્રવારે બપોરના ભંગાણ પડતા લાખો લિટર પાણી વેડફાઈ ગયું હતું. પાલિકાના પાણીપુરવઠા વિભાગ દ્વારા પાણીનું ગળતર રોકવા માટે યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. આ દરમિયાન શુક્રવાર અને શનિવાર બે દિવસ મુંબઈના અમુક વિસ્તારોમાં પાણીપુરવઠો બંધ રહેશે. તો અમુક વિસ્તારમાં ઓછા દબાણ સાથે પાણીપુરવઠો થશે.

કે-ઈસ્ટ વોર્ડ
પ્રકાશવાડી, ગોવિંદવાડી, માલપા ડોંગરી 1/2, હનુમાન નગર, મોતા નગર, શિવાજી નગર, શહીદ ભગત સિંહ કોલોની (યુ), મુકુંદ હોસ્પિટલ, ટેકનિકલ કેમ્પસ, ઈન્દિરા નગર, નકશાકંદ નગર, તકપાડા, એરપોર્ટ રોડ, ચિમતપાડા, સાનબાગ, મરોલ , એમ. i ડી. સી. પરિસર, રામકૃષ્ણ મંદિર માર્ગ, જે. બી. નગર, બગરાખા માર્ગ, કાંતિ નગર માં પાણી પુરવઠો બંધ રહેશે. સહર રોડ, કબીર નગર, બામણવાડા, પારશીપાડા, એરપોર્ટ કોલોની, તરુણ ભારત કોલોની, ઈસ્લામપુરા, દોલતવાડી, પી. એન. ટી. કોલોનીમાં પાણી પુરવઠાનો નિયમિત સમય બપોરે 2.00 થી 5.30 વાગ્યા સુધીનો છે ત્યારે આ વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે. – લશ્કરી માર્ગ, વિજય નગર, મરોલ-મરોશી માર્ગમાં પાણી પુરવઠો બંધ રહેશે. મુલગાવ ડોંગરી, મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MIDC) માર્ગ નંબર 1 થી 23, ટ્રાન્સ એપાર્ટમેન્ટ, કોંડિવિતા, ઉપાધ્યાય નગર, ઠાકુર ચાલ, સાલ્વે નગર, વાણી નગર, દુર્ગાપાડા, મામા ગેરેજ વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે. ઓમ નગર, કાંતિ નગર, રાજસ્થાન હાઉસિંગ સોસાયટી, સાઈનગર, સહર ગાંવ, સુતાર પાક્કડી, કાર્ગો કોમ્પ્લેક્સ વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે
એચ પૂર્વ વોર્ડમાં બાંદ્રા રેલ્વે ટર્મિનસ વિસ્તાર, બહેરામપાડામાંપાણી પુરવઠો બંધ રહેશે.

આ પણ વાંચો : મુંબઈ-કંડલા બંદરેથી નોન-બાસમતી ચોખા કૌભાંડનો પર્દાફાશ :  ૪૦૦થી વધુ કન્ટેઈનર અટકાવાયા

જી -નોર્થ વોર્ડમાં ધારાવી પાણી પુરવઠો બંધ રહેશે

Show More

Related Articles

Back to top button
આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો