મુંબઈના આ વિસ્તારોમાં હશે ત્રણ દિવસ ૧૦% પાણીકાપ...
આમચી મુંબઈ

મુંબઈના આ વિસ્તારોમાં હશે ત્રણ દિવસ ૧૦% પાણીકાપ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈને પાણી પુરવઠો કરનારા પિસે-પાંજરાપૂરમાં આવેલા વોટર ફિલ્ટરેશન સેન્ટરમાં ઈલેક્ટ્રિક મીટરને અત્યાધુનિક કરવાનું કામ હાથ ધરવામાં આવવાનું છે.

આ કામ સાત ઓક્ટોબર, મંગળવાર, આઠ ઓક્ટોબર બુધવાર અને નવ ઓક્ટોબર, ગુરુવારના બપોરના ૧૨.૩૦ વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી સતત ત્રણ દિવસ અઢી કલાક કલાક હાથ ધરાશે. તેથી મુંબઈ શહેર અને ઉપનગરમાં આ ત્રણ દિવસ ૧૦ ટકા પાણીકાપ રહેશે.

મુંબઈના આ વિસ્તારોને અસર થશે

શહેર વિભાગ:

  1. એ વોર્ડ – સંપૂર્ણ વિભાગ
  2. બી વોર્ડ – સંપૂર્ણ વિભાગ
  3. ઈ વોર્ડ – સંપૂર્ણ વિભાગ
  4. એફ- દક્ષિણ વોર્ડ – સંપૂર્ણ વિભાગ
  5. એફ- ઉત્તર વોર્ડ – સંપૂર્ણ વિભાગ

    પૂર્વીય ઉપનગરો:
  6. એલ વોર્ડ- કુર્લા પૂર્વ વિસ્તાર
  7. એમ પૂર્વ વોર્ડ – સંપૂર્ણ વિભાગ
  8. એમ પશ્ચિમ વોર્ડ – સંપૂર્ણ વિભાગ
  9. એન વોર્ડ – વિક્રોલી, ઘાટકોપર પૂર્વ, ઘાટકોપર
  10. એસ વોર્ડ – ભાંડુપ, નાહુર, કાંજુરમાર્ગ અને વિક્રોલી પૂર્વ વિસ્તાર
  11. ટી વોર્ડ – મુલુંડ પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button