આમચી મુંબઈ

મુંબઈગરા માટે Important Information, આટલા મહિના ચાલે એટલું જ છે પાણી…

મુંબઈઃ એક તરફ જ્યાં આઈટી હબ બેંગ્લુરૂ પાણીની તંગીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે ત્યારે મુંબઈગરા માટે પાણીને લઈને મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. મુંબઈગરાની પાણીની તરસ છિપાવનાર સાત ડેમમાં માત્ર બે જ મહિના ચાલે એટલો પાણી પુરવઠો છે.

મળી રહેલી માહિતી પ્રમાણે આ ડેમમાંથી પાણી પુરવઠો સતત ઘટી રહ્યો છે અને પાણની સપાટી 32.32 ટકા સુધી નીચે ઉતરી ગયો છે. છેલ્લાં ત્રણ વર્ષમાં જોવા મળેલી આ સૌથી નીચેની સપાટી છે, જેને કારણે મુંબઈગર પર પણ જળસંકટ તોળાઈ શકે છે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.


ડેમ એરિયામાં વરસાદ પડે ત્યાં સુધી એટલે કે આગામી ચાર મહિના સુધી મુંબઈગરાને પાણી પુરવઠો કરવાનો પડકારજનક પરિસ્થિતિ પાલિકા સામે છે. અપર વૈતરણા, મોડક સાગર, તાનસા, મધ્ય વૈતરણા, ભાતસા, વિહાર, તુલસી એમ સાતેય ડેમમાં 32 ટકા એટલે કે 4, 67,766 દસલક્ષ લિટર પાણી પુરવઠો ઉપલબ્ધ છે.


મુંબઈ મહાપાલિકાના જળ વિભાગના નિયોજન અનુસાર એક ટકા પાણી પાણી મુંબઈગરાને ચાલે છે, પણ ઉનાળો શરૂ થતાં જ પાલિકાનું આ નિયોજનનું ગણિત ખોરવાઈ જશે.


માર્ચ મહિનાના પહેલાં દિવસે મુંબઈ મહાનગર પાલિકાએ રાજ્ય સરકારને રિઝર્વ ક્વોટામાંથી પાણી આપવા માટે પત્ર લખ્યો હતો. માર્ચ મહિનાની શરુઆતમાં આ પાણીપુરવઠો 42 ટકા જેટલો હતો. ભાતસા અને અપ્પર વૈતરણા ડેમના રિઝર્વ ક્વોટાનું પાણી જો જરૂર પડશે તો મુંબઈગરા માટે પૂરું પાડવામાં આવશે, એવી માહિતી મહાપાલિકા દ્વારા આપવામાં આવી છે.


વર્ષ પાણી પુરવઠો ટક્કાવારી
25મી માર્ચ, 2024 4,67,766 31.32 ટકા
25મી માર્ચ, 2023 5,63,181 38.91 ટકા
25મી માર્ચ, 2022 6,06,741 41.92 ટકા
(પાણી પુરવઠાનું પ્રમાણ દસલાખ લિટરમાં)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…