આમચી મુંબઈ

મુંબઈમાં ગુરુવારથી પાંચ ટકા પાણીકાપ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ ગયા અઠવાડિયે કરેલી જાહેરાત મુજબ મુંબઈગરાના માથા પર ગુરુવાર, ૩૦મેથી પાંચ ટકા પાણીકાપ અમલમાં આવવાનો છે. ત્યારબાદ બુધવાર, પાંચ જૂન, ૨૦૨૪થી પાંચ ટકાને બદલે નાગરિકો પર ૧૦ ટકા પાણીકાપ લાગુ કરવામાં આવવાનો છે.


મુંબઈને પાણી પૂરું પાડનારા જળશયોની સપાટીમાં ધરખમ ઘટાડો થયો હોવા છતાં લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને લોકોના રોષનો ભોગ બનવું ના પડે તે માટે પાણીકાપ લાદવામાં આવ્યો નહોતો. લોકસભાની ચૂંટણી પૂરી થવાની સાથે જ મુંબઈમાં પાણીકાપ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.


ચોમાસામાં સંતોષજનક વરસાદ પડે નહીં અને જળાશયોની સપાટીમાં વધારો થાય નહીં ત્યાં સુધી આ પાણીકાપ મુંબઈમાં રહેશે એવું પણ પાલિકાએ જણાવ્યું હતું. નોંધનીય છે કે મુંબઈને પ્રતિદિન ૩,૮૫૦ મિલિયલ લિટર જેટલો પાણીપુરવઠો કરવામાં આવે છે.

આ પણ વાંચો : થાણેમાં શુક્રવારે પાણીપુરવઠો બંધ રહેશે

વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૨માં ચોમાસું ૧૫ ઑક્ટોબર સુધી સક્રિય હતું. જોકે ૨૦૨૩ની સાલમાં ઑક્ટોબર મહિનામાં પ્રમાણમાં ઘણો ઓછો વરસાદ રહ્યો હતો. પરિણામે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે જળાશયોમાં પાણીની સપાટીમાં જલદી ઘટાડો થયો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button