આમચી મુંબઈ
શહેર અને ઉપનગરમાં આવતા અઠવાડિયે ત્રણ દિવસ ૧૦ ટકા પાણીકાપ રહેશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈને પાણી પુરવઠો કરનારા પિસે-પાંજરાપૂરમાં આવેલા વોટર ફિલ્ટરેશન સેન્ટરમાં ૧૦૦ કિલોવોટ ઈલેક્ટ્રિકલ સેન્ટરમાં રહેલા ઈલેક્ટ્રિક મીટરને અત્યાધુનિક કરવાનું કામ હાથ ધરવામાં આવવાનું છે. નિયોજન અનુસાર મીટર જોડાણનું કામ સાત ઓક્ટોબર, મંગળવાર, આઠ ઓક્ટોબર બુધવાર અને નવ ઓક્ટોબર, ગુરુવારના બપોરના ૧૨.૩૦ વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી એટલે કે ત્રણ દિવસ અઢી કલાક કલાક હાથ ધરાશે. તેથી શહેર અને ઉપનગરના મોટાભાગના વિસ્તારમાં આ ત્રણ દિવસ ૧૦ ટકા પાણીકાપ રહેશે.
મુંબઈના આ વિસ્તારોને અસર થશે
- એ વોર્ડ – સંપૂર્ણ વિભાગ
- બી વોર્ડ – સંપૂર્ણ વિભાગ
- એફ- દક્ષિણ વોર્ડ – સંપૂર્ણ વિભાગ
- એફ- ઉત્તર વોર્ડ – સંપૂર્ણ વિભાગ
પૂર્વીય ઉપનગરો: - એલ વોર્ડ- કુર્લા પૂર્વ વિસ્તાર
- એમ પૂર્વ વોર્ડ – સંપૂર્ણ વિભાગ
- એમ પશ્ચિમ વોર્ડ – સંપૂર્ણ વિભાગ
- એન વોર્ડ – વિક્રોલી, ઘાટકોપર પૂર્વ, ઘાટકોપર
- એસ વોર્ડ – ભાંડુપ, નાહુર, કાંજુરમાર્ગ અને વિક્રોલી પૂર્વ વિસ્તાર
- ટી વોર્ડ – મુલુંડ પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર