સાવધાન! ચેમ્બુર અને ગોવંડીમાં આવતા અઠવાડિયે આટલા કલાક માટે પાણીપૂરવઠો રહેશે બંધ

(અમારા પ્રતિનિધી તરફથી)
મુંબઈ: મુંબઈના એમ પૂર્વ અને એમ પશ્ચિમ વિભાગમાં પાણી પુરવઠો સુધારવા માટે વિવિધ કામ બુધવાર, ૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના મધરાતના બે વાગ્યાથી શુક્રવાર, ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ સવારે આઠ વાગ્યા સુધી હાથ ધરવામાં આવશે. તેથી આ સમયગાળા દરમયાન ચેમ્બુર ગોવંડી અને માનખુર્દ વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે.
આ સમારકામ દરમિયાન, એમ પૂર્વ વિભાગના કેટલાક ભાગો (વોર્ડ નં. ૧૪૬, ૧૪૭ અને ૧૪૮) અને એમ પશ્ચિમ વિભાગના કેટલાક ભાગો (વોર્ડ નં. ૧૫૪ અને ૧૫૫) માં કુલ ૩૦ કલાક માટે પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.
એમ પૂર્વ અને એમ પશ્ચિમ વિભાગોમાં પાણી પુરવઠો વધુ કાર્યક્ષમ બનાવવા માટે, તુર્ભે લો-લેવલ જળાશય પર ૧,૨૦૦ મીમી વ્યાસના ઇનલેટ વોટર પાઇપ પર ૧૨૦૦ મીમી વ્યાસનો ગેટ સ્થાપિત કરવામાં આવશે. ઉપરાંત, તુર્ભે લો-લેવલ જળાશયને ટનલ શાફ્ટ સુધી પાણી પહોંચાડતી ૧,૨૦૦ મીમી વ્યાસની ઇનલેટ વોટર પાઇપને જોડતી ૧,૨૦૦ મીમી વ્યાસની પાણીની લાઇનનું જોડાણ લેવામાં આવશે. આને કારણે, એમ પૂર્વ અને એમ પશ્ચિમ વિભાગના કેટલાક ભાગોમાં પાણી પુરવઠો બંધ રહેશે.
તેથી નાગરિકોએ સાવચેતીના પગલા તરીકે જરૂરી પાણીનો સંગ્રહ કરવો. ઉપરાંત, સાવચેતીના પગલા તરીકે, આગામી ત્રણ દિવસ સુધી પાણી ઉકાળીને અને ફિલ્ટર કરીને પીવું .
આ વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે,
એમ પૂર્વ વોર્ડ:
એચ. પી. સી. એલ. રિફાઇનરી, એચ. પી. સી. એલ. કોલોની, વરુણ બેવરેજીસ, બી. એ. આર. સી., ગવનપાડા, ઇન્ડિયન ઓઇલ કંપની લિમિટેડ, બી. પી. સી. એલ. કોલોની, ટાટા કોલોની, નિત્યાનંદ બાગ, રાણે ચાલ, આર. સી. એફ. કોલોનીમાં પાણી પુરવઠો બંધ રહેશે.
એ સિવાય ઓલ્ડ રિફાઇનરી વિસ્તાર, ભારત નગર, જે. પ્લોટ, હશુ અડવાણી નગર, અનિક ગાંવ, એમ. એ. સી. બી. કોલોની, સહ્યાદ્રી નગર, આર. એન. એ. ઉદ્યાન, મ્હાડા કોલોની, રોકલાઇન બિલ્ડીંગ્સ, વિષ્ણુ નગર, વિડીયોકોન બિલ્ડીંગ, એસ. જી. કેમિકલ બિલ્ડીંગ, પ્રયાગનગર , ઓમ-ગણેશ નગર, રાહુલ નગર, અશોક નગરમાં પાણી પુરવઠો બંધ રહેશે.
એમ વેસ્ટ વિભાગમાં:
બીપીટી, ટાટા, બી. પી. સી. એલ., માહુલ ગામ, મારવલી ચર્ચ, માહુલ એસઆરએ, ફારુક ગલ્લી, ખાદી મશીન, આર. સી. માર્ગ, સિંધી સોસાયટી, એસઆરએ બિલ્ડીંગ્સ, વાશી નાકા, અંબા પાડા, જીજામાતા નગર, વિટ્ટાસંચ્યન, સૈલીલા રામટેકડી, તોલારામ ટાવર, ચેમ્બુર કેમ્પ, ગણેશ નગર, અશોક નગર, કોંકણ નગર, વાશીગાંવ, મ્હાડા બિલ્ડીંગ્સ, મુકુંદ નગર એસઆરએ, લક્ષ્મી નગર, મિતુલ એન્ક્લેવ, મૈસુર કોલોની, એમ. એસ. બિલ્ડીંગ્સ, વિજય નગર, આર. સી. માર્ગ વિસ્તારમાં પાણી બંધ રહેશે



