પશ્ચિમ ઉપનગરના આ વિસ્તારોમાં આવતા અઠવાડિયે ૧૪ કલાક પાણીપુરવઠો બંધ રહેશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પશ્ચિમ ઉપનગરમાં આવતાં અઠવાડિયામાં મંગળવારના બાંદ્રા, પાલિહિલ વિસ્તારમાં ૧૪ કલાકનો પાણીકાપ મૂકવામાં આવ્યો છે, તેથી નાગરિકો પાણી સંભાળીને વાપરવાની સલાહ આપવામાં આવી છે.
પાલિકાના પાણીપુરવઠા વિભાગના જણાવ્યા મુજબ પાલી હિલ જળાશયની ૯૦૦ વ્યાસની પાણીની પાઇપલાઇન પર રહેલાં ગળતરનું તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવવાનું છે. આ સમારકામ મંગળવાર, ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ સવારે ૧૦ વાગ્યાથી મધ્યરાત્રિ ૧૨ વાગ્યા સુધી એટલે કે ૧૪ કલાક માટે હાથ ધરવામાં આવશે. આ કારણે, ખાર અને બાંદ્રાના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો ૧૪ કલાક માટે સંપૂર્ણપણે બંધ રહેશે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ઓછા દબાણે પાણી પુરવઠો રહેશે.
બાંદ્રા પશ્ચિમમાં કુરેશી નગર ઝૂંપડપટ્ટી નજીક ખુલ્લા મ્હાડા પ્લોટમાંથી પસાર થતી પાઇપલાઇન તેમજ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પાસેથી જતી પાઇપ લાઈનમાં સમારકામ કાર્ય હાથ ધરવામાં આવશે. રહેવાસીઓને સાવચેતીના પગલા તરીકે અગાઉથી પૂરતું પાણી સંગ્રહ કરવાની અપીલ કરી છે. નાગરિકોને સલામતીના પગલા તરીકે, રહેવાસીઓને આગામી થોડા દિવસો માટે પીવાનું પાણી ઉકાળીને ફિલ્ટર કરવાની ભલામણ કરવામાં આવે છે.
આપણ વાચો: અમદાવાદના આ પોશ વિસ્તારમાં આવતીકાલથી બે દિવસ રહેશે પાણીકાપ, જાણો શું છે કારણ
પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે તેવા વિસ્તારો:
બાંદ્રા વેસ્ટ – હિલ રોડ, પેરી રોડ, મેન્યુઅલ ગોન્સાલ્વિસ રોડ, સેન્ટ એન્ડ્રુઝ રોડ, સેન્ટ પોલ રોડ, કાર્ટર રોડ, પાલી ગામ, ચિંબાઈ ગામ, શર્લી ગામ અને કાંટવાડી વિસ્તાર.
ખાર વેસ્ટ – ખાર દાંડા, કોલીવાડા, દાંડા પાડા, ચુઇમ ગામ, ગઝદર બંધ ઝૂંપડપટ્ટી અને ખાર પશ્ચિમના કેટલાક ભાગો.
હનુમાન નગર ઝૂંપડપટ્ટી, લક્ષ્મી નગર, કાર્ટર રોડ, યુનિયન પાર્ક રોડ નંબર ૧ થી ૪ પાલી હિલ.
ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ વિસ્તાર, પાલી પ્લેટુ ઝૂંપડપટ્ટી અને ખારમાં ૧૫થી ૨૦મો રોડ
બાંદ્રા વેસ્ટના કેટલાક ભાગો, જેમાં ચેપલ રોડ, વેરોનિકા રોડ, ડૉ. પીટર ડાયસ રોડ અને સેન્ટ જોન ધ બેપ્ટિસ્ટ રોડનો સમાવેશ થાય છે.
બાંદ્રા વેસ્ટ બાજુ માઉન્ટ મેરી કેથેડ્રલ અને સંલગ્ન રોડ વિસ્તારો.
કે.સી. રોડ, એલ.કે. મહેતા રોડ, બજાર રોડના કેટલાક ભાગો, અને એ.કે. વૈદ્ય રોડ, બાંદ્રા પશ્ચિમ.
ઝિગઝેગ રોડ, કુલ ડોંગર, નરગીસ દત્ત રોડ અને પાલી માલા રોડ.
ઓછા દબાણવાળા પાણી પુરવઠાવાળા વિસ્તારો: હિલ રોડના છેડાથી તાજ લેન્ડના છેડા સુધી, જેમાં બી.જે. રોડ, એચ.કે. ભાભા રોડ, કેન રોડ અને ગણેશ ઝૂંપડપટ્ટી વિસ્તારનો સમાવેશ થાય છે. (મધ્યરાત્રિ પછી સવારે ૧ વાગ્યાથી ૪.૩૦ વાગ્યા સુધી પાણી પુરવઠો ઉપલબ્ધ રહેશે



