આમચી મુંબઈટોપ ન્યૂઝ

Mumbai Water Crisis: જળાશયોમાં કેટલું પાણી બચ્યું?

પાણીના સંગ્રહમાં ઝડપથી ઘટાડો થયો, અનામતનો ઉપયોગ કરવાનો સમય આવ્યો

મુંબઈઃ ગરમી વધી રહી છે અને દરેક લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ડેમમાં પાણીનો સંગ્રહ ઘટી રહ્યો હોવાથી પાલિકા તંત્ર (BMC) પણ વરસાદના આગમનની રાહ જોઈ રહ્યું છે. મુંબઈને પાણી પૂરું પાડતા અપર વૈતરણા, મોડક સાગર, તાનસા, મધ્ય વૈતરણા, ભાતસા, વિહાર, તુલસી જેવા સાતેય ડેમમાં પાણીનો સંગ્રહ હાલમાં ઘટીને માત્ર ૭.૫૯ ટકા થયો છે. આ પાણીનો સંગ્રહ છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી ઓછો છે. જો વરસાદ લંબાય તો મુંબઈગરા પર વધુ પાણી કાપનું સંકટ (Mumbai Water Crisis) ઊભું થશે.

મુંબઈને પાણી પૂરું પાડતા તમામ સાત ડેમમાં કુલ ૧,૦૯,૮૯૦ મિલિયન લિટર અથવા ૭.૫૯ ટકા પાણીનો સંગ્રહ છે. ગયા વર્ષે ૨૦૨૩માં ૨ જૂને પાણીનો સંગ્રહ ૧૨.૨૮ ટકા હતો જ્યારે અગાઉના વર્ષે ૧૭.૦૩ ટકા પાણીનો સંગ્રહ હતો. મુંબઈને દરરોજ ૩૮૦૦ મિલિયન લિટર પાણી પૂરું પાડવામાં આવે છે.

પાલિકાના અહેવાલ મુજબ એક ટકા પાણી મુંબઈગરાની ત્રણ દિવસની માંગને સંતોષે છે. એટલે કે દર મહિને લગભગ ૧૨થી ૧૩ ટકા પાણી વપરાય છે. જોકે, સૂર્યનો તાપ વધવા લાગ્યો છે અને ગરમીના કારણે મોટા પ્રમાણમાં પાણીનું બાષ્પીભવન થાય છે. ઉપરાંત, જૂનમાં વરસાદ પૂરતો થતો નથી, જેથી ડેમનું પાણી જુલાઇ માસ સુધી સાચવવું પડે છે. પરંતુ આ વર્ષે પાણીના સંગ્રહમાં ઝડપથી ઘટાડો થયો છે અને અનામતનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે.

ઉપરાંત, રાજ્ય સરકારે મુંબઈ મહાનગરપાલિકાને અનામત સ્ટોકનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. તે મુજબ ભાતસા ડેમમાંથી ૧,૩૭,૦૦૦ મિલિયન લીટર પાણી છોડવામાં આવ્યું છે અને અપર વૈતરણા ડેમમાંથી ૯૧,૧૩૦ મિલિયન લીટર અનામત પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી જુલાઈના અંત સુધીમાં આપવાનું રહેશે.

ડેમોમાં પાણીના સંગ્રહમાં ઘટાડો થવાને કારણે, મહાનગરપાલિકાએ સાવચેતીના પગલા તરીકે ૩૦ મેથી મુંબઈમાં ૫ ટકા અને બુધવાર, ૫ જૂનથી ૧૦ ટકા પાણી કાપ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ પાણીકાપ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થાણે, ભિવંડી-નિઝામપુર મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય ગામોને પણ લાગુ પડશે . મ્યુનિસિપલ વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે તમામ નાગરિકોએ પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker