આમચી મુંબઈવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Mumbai Upset: માત્ર આટલા મતથી રવિન્દ્ર વાયકર જીત્યા

મુંબઈઃ મહારાષ્ટ્ર લોકસભાની ચૂંટણીની મતગણતરી પૂરા થવામાં તબક્કામાં છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી (એમવીએ)એ સૌથી મોટો સફાયો કર્યો છે, જેમાં અગાઉની ચૂંટણીમાં આ વખત કોંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધનને ફાયદો થયો છે.

મુંબઈની છ સીટ પર ઠાકરે જૂથ દ્વારા મહત્તમ બેઠક મેળવ્યાના અહેવાલ હતા. ઉત્તર-પશ્ચિમ મુંબઈની સીટ પર પરિણામ આવ્યા પછી શિંદે જૂથના ઉમેદવાર રવિન્દ્ર વાયકરે મતગણતરી ફરી કરવાની માગણી કર્યા પછી 48 મતથી જીત્યા હતા.
ફરીથી મતગણતરી કરવામાં આવ્યા પછી રવિન્દ્ર વાયકર 48 મતથી જીત્યા છે. વાયકરે ઠાકરેની શિવસેના જૂથના ઉમેદવાર અમોલ કીર્તિકરને હરાવ્યા હતા. આ અગાઉ અમોલ કીર્તિકકરે 681 મતથી જીત્યા હતા, ત્યારબાદ વાયકરે ફરી મતગણતરી કરવાની માગણી કરી હતી, જેમાં તેઓ આગળ વધ્યા હતા.

આ ઉપરાત, પોસ્ટલ વોટની ગણતરી કરવામાં આવી હતી. એના પછી ચૂંટણી પંચના અધિકારી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે મુંબઈ નોર્થ વેસ્ટના રવિન્દ્ર વાયકર જીતી ગયા છે. ઈવીએમની ગણતરીમાં અમોલ કીર્તિકર આગળ હતા. ફરી મતગણતરી કરવામાં આવ્યા પછી ચૂંટણી પંચે વાયકરને વિજયી જાહેર કરવાને કારણે સૌથી મોટો અપસેટ સર્જાયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button