મુંબઈ યુનિવર્સિટીએ કરી મોટી જાહેરાતઃ આટલી સંસ્થાઓ સાથે કર્યા કરાર
મુંબઈઃ મુંબઇ યુનિવર્સિટીએ મહારાષ્ટ્ર જાહેર યુનિવર્સિટી અધિનિયમ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણની તર્જ પર બહુવિધ શિક્ષણને પ્રોત્સાહન આપવા અને ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં વિવિધ તકો ખોલવા માટે દેશ અને વિદેશની 36 પ્રખ્યાત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ સાથે શૈક્ષણિક સમજૂતી કરારો કર્યા છે.
મુંબઈ યુનિવર્સિટીમાં હાલમાં યોજાયેલા કાયૅક્રમમાં ઉપસ્થિત રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ પ્રધાન ચંદ્રકાંત પાટીલે જણાવ્યું હતું કે, વિવિધ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ સાથે શૈક્ષણિક સમજૂતી કરાર કરવા માટે મુંબઈ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલ પગલું પ્રશંસનીય છે, જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું મહત્વ સમજાવે છે.
ઉચ્ચ શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણના દૃષ્ટિકોણથી આ કરારોનું મહત્ત્વ પણ પ્રકાશિત કરવામાં આવશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણને અનુરૂપ, વિદ્યાર્થીઓ માટે વિવિધ ક્ષેત્રોમાં તકો જેમ કે પ્રાયોગિક અને કૌશલ્ય પ્રશિક્ષણ, ગ્રેડ ટ્રાન્સફર, ડ્યુઅલ ડિગ્રી, એસોસિયેટ ડિગ્રી, ઓનલાઈન અને ફિઝિકલ ઈન્ટર્નશિપ, વિદ્યાર્થી-ફેકલ્ટી એક્સચેન્જ, વિવિધ શૈક્ષણિક કાર્યક્રમો, વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે સંશોધન જેવા અનેક ક્ષેત્રે તકો ખુલશે.