મુંબઈમાં આગના બે બનાવ: કોઈ જાનહાનિ નહીં | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મુંબઈમાં આગના બે બનાવ: કોઈ જાનહાનિ નહીં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈમાં રવિવારે આગના બે જુદા જુદા બનાવ બન્યા હતા, જેમાં માટુંગામાં ઈલેક્ટ્રિક મીટર બોક્સમાં આગ ફાટી નીકળી હતી. તો બીજી આગ કાંદિવલીમાં એક કંપનીમાં ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જખમી થયું નહોતું.

ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ માટુંગામાં ફૂટપાથ પર આવેલા બેસ્ટના ઈલેક્ટ્રિક મીટર બોક્સમાં રવિવારે સવારે આગ ફાટી નીકળી હતી. ફાયરબિગ્રેડ અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગ પર નિયંત્રણ મેળવ્યું હતું.

આપણ વાંચો: ફરી ભિવંડીમાં લાગી ભયાનક આગઃ અહીંના ગોદામોને લીધે આગના બનાવો વધી રહ્યા છે

ફાયરબિગ્રેડના જણાવ્યા મુજબ ભારે વરસાદને પગલે આ વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા અને તેને કારણે શોર્ટ સર્કિટના બનાવ વધી ગયા હતા.

બીજો બનાવ કાંદિવલી પશ્ર્ચિમમાં લાલજીપાડા પોલીસ ચોકી પાસે ગણેશ નગરમાં બન્યો હતો. નાઈન્ટી ફૂટ રોડ પર ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં ૧૦ બાય ૧૦ સ્વેર ફૂટના એરિયામાં ઓલી કંપનીમાં સવારના ૧૧.૧૧ વાગે આગ ફાટી નીકળી હતી.

આગમાં ઈલેક્ટ્રિક વાયરિંગ, ઈલેક્ટ્રિક ઈન્સ્ટોલેશન સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું પણ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button