આમચી મુંબઈ

પહેલી ઓકટોબરથી મુંબઈમાં પ્રવેશવાનું થશે મોંઘું…

મુંબઈ: છેલ્લા 21 વર્ષમાં મુંબઈમાં પ્રવેશવા માટે વસૂલવામાં આવતો રોડ ટેક્સમાં ડબલથી પણ વધુ વૃદ્ધિ જોવા મળી છે. 2002માં ફોર-વ્હીલર માટે રોડ ટેક્સ 20 રૂપિયા હતો અને હાલમાં તે વધીને 40 રૂપિયા થઈ ગયો છે. પરંતુ હવે પહેલી ઓકટોબરથી એમાં પણ વધારો કરવામાં આવ્યો હોઈ હવે 45 રૂપિયા થઈ જશે. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC) માટે MEP ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની દ્વારા આ રોડ ટેકસ વસૂલવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 2002થી સાયન-પનવેલ રૂટ પર વાશી ખાતે, ઐરોલી-મુલુંડ રૂટ પર ઐરોલી, વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર દહિસર ખાતે અને થાણેથી આવતા સમયે મુલુંડ ખાતે બે ટોલ બૂથ શરૂ કરવામાં આવ્યા હતા અને 2002થી જ દર ત્રણ વર્ષે વસૂલવામાં આવતા ટોલમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં ફોર વ્હીલર, મીની બસ, ટ્રક અને ભારે વાહનોની શ્રેણીને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.


MSRDC દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હાલમાં ફોર-વ્હીલર માટે રૂ. 40, મિની બસ માટે રૂ. 65, ટ્રક માટે રૂ. 130 અને ભારે વાહનો માટે રૂ. 160નો રોડ ટેકસ વસૂલવામાં આવે છે. રોડ ટેક્સમાં તાજેતરનો વધારો, આ અગાઉ પહેલી ઓક્ટોબર, 2020ના રોડ ટેકસમાં વધારો કરવામાં આવ્યો હતો. હવે પહેલી ઓકટોબર, 2023થી ફરી ટેકસમાં વૃદ્ધિ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


હવે સાતમા વસૂલાત સમયગાળા દરમિયાન આગામી ત્રણ વર્ષ માટે રોડ ટેક્સ અનુક્રમે રૂ. 45, રૂ. 75, રૂ. 150 અને રૂ. 190 હશે અને આ વધારો 30મી સપ્ટેમ્બર 2026 સુધી લાગુ કરવામાં આવ્યો છે. આ રોડ ટેક્સ 2027 સુધી જ વસૂલવામાં આવશે. ત્યાર બાદ આઠમો અને અંતિમ ટોલ વસૂલીનો સમયગાળો પહેલી ઓક્ટોબર, 2026થી 30 સપ્ટેમ્બર, 2027 સુધી એમ એક વર્ષનો જ હશે, પરંતુ તેમ છતાં આ સમયગાળા માટે પણ કોર્પોરેશન દ્વારા રોડ ટેક્સમાં વધારો કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker