મુંબઈ ટોલ-ફ્રીઃ ટોલ મુક્તિના પહેલા જ દિવસે ‘ફાસ્ટેગ’માં ગડબડ?

મુંબઈ: વિધાનસભા ચૂંટણીની જાહેરાતના આગલા દિવસે, રાજ્ય સરકારે મુંબઈના પાંચેય ટોલ બૂથ પર હળવા વાહનો માટે ટોલ મુક્તિ આપી હતી અને તેનો અમલ મધરાતથી શરૂ થઈ ગયો હતો. જો કે, ‘ફાસ્ટેગ’ સિસ્ટમ અપડેટ ન થવાને કારણે, ઘણા મુસાફરોએ ફરિયાદ કરી હતી કે એકબીજા પાસેથી પૈસા કપાયા છે. ત્યાર બાદ ટોલ ફ્રી વાહનો માટે અલગ લેન રાખવા અને હળવા વાહનો માટે ટોલ ન વસૂલવાના આદેશ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો : FASTagને લઈને RBI આ પગલું લેવાની તૈયારીમાં… જાણી લેશો તો ફાયદામાં રહેશો
મુલુંડ, ઐરોલી, દહિસર, વાશી, લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ, આ પાંચ નાકા પરથી નાના વાહનો અને એસ. ટી. અને સ્કૂલ બસોને ટોલમાંથી મુક્તિ આપવાનો નિર્ણય સરકારે સોમવારે લીધો હતો. જો કે, મંગળવારે સવારે જ ફાસ્ટેગમાંથી પૈસા કપાયા હોવાનો મેસેજ કારચાલકોને આવ્યો હતો. બાદમાં ઘણા લોકોએ ટોલ બૂથ સ્ટાફ અને પર તેમની નારાજગી વ્યક્ત કરી હતી.
એમએસઆરડીસીના મેનેજિંગ ડિરેક્ટર અનિલ ગાયકવાડે કહ્યું કે સંબંધિત ટોલ કંપનીને મધ્યરાત્રિથી હળવા વાહનોને ટોલમાંથી મુક્તિ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. મુસાફરોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે પાંચેય ટોલ બૂથ પર કાર્યપાલક ઈજનેરોની નિમણૂક કરવામાં આવી છે અને ટ્રાફિક જામ ન થાય તેની ખાતરી કરવા કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Paytm Fastagને લઈને NHAIનો મોટો નિર્ણય, 2 કરોડ યુઝર્સ થશે અસર
સંબંધિત કંપનીને ટોલ બૂથ પર ટોલ ફ્રી વાહનો માટે અલગ લેન રાખવા અને ત્યાંથી ‘ફાસ્ટેગ’ સિસ્ટમ હટાવવાના આદેશ આપવામાં આવ્યા છે, એમ અનિલ ગાયકવાડે કહ્યુ હતું.