આમચી મુંબઈ
દિવાળીની ઊજવણીમાં વરસાદનું વિધ્ન: મુંબઈ, થાણેમાં સાંજ બાદ વરસાદ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં સાંજના બરોબર દિવાળીની દિવસે લક્ષ્મીપૂજા કરવાના સમયે તથા દિવાળીની ખરીદી માટે બહાર નીકળેલેા લોકોને અચાનક આવી પડેલા વરસાદને કારણે હેરાનગતીનો સામનો કરવો પડયો હતો. દિવાળીની ઊજવણીમાં વરસાદ વિલન સાબિત થયો હતો.
આ પણ વાંચો : થાણેમાં બહુમાળીય બિલ્ડિંગની બાલ્કનીમાં ફટાકડાને કારણે લાગી આગ…
મંગળવારે સાંજના છ વાગ્યા બાદ મુંબઈ સહિત પૂરા મુંબઈ મેટ્રોપોલિટ રિજનમાં પવન ફૂંકાઈને વરસાદના જોરદાર ઝાપટાં પડયા હતા. ખરીદી માટે બહાર નીકળેલા મુંબઈગરા વરસાદને કારણે ભીંજાઈ ગયા હતા. દાદર, બાન્દ્રા, પવઈ, ભાયખલા, કુર્લા જેવા વિસ્તારમાં સાંજ બાદ પવન ફૂંકાવાની સાથે જ મધ્યમથી મુશળધાર વરસાદ પડયો હતો.