આમચી મુંબઈ

મુંબઈ, થાણે સહિત રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદનો અંદાજો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈ સહિત રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય થયું છે. હવામાન વિભાગે મુંબઈ અને તેના પડોશી જિલ્લા થાણે અને પાલઘરમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. મુંબઈ, થાણે અને પાલઘર માટે ગુરુવાર અને શનિવાર-રવિવારના યલો એલર્ટ રહેશે. તો રાયગડ તથા રત્નાગિરીમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરીને ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે.

છેલ્લા થોડા દિવસનો વિરામ લીધા બાદ બુધવારે મુંબઈમાં દિવસ દરમ્યાન મધ્મયથી હળવો વરસાદ રહ્યો હતો. મંગળવાર સવારથી બુધવાર સવાર સુધીમાં કોલાબામાં સાત મિ.મી. તો તો સાંતાક્રુઝમાં ચાર મિ.મી. વરસાદ નોંધાયો હતો. બુધવારે આખો દિવસ મુંબઈમાં તીવ્ર વરસાદના ઝાપટાં પડ્યાં હતાં.

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, 12 કલાકમાં 101 તાલુકામાં વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુરુવારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે અને શુક્રવાર સુધીમાં વરસાદની તીવ્રતા ઓછી થશે. શનિવાર બાદ વરસાદની તીવ્રતામાં વધારો થવાની ધારણા છે.

હવામાનના નિષ્ણાતોના જણાવ્યા મુજબ ભારત પર સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમને કારણે હાલ વરસાદ પડી રહ્યો છે. હાલમાં કોઈ ઓફશોર ટ્રફ સર્જાયો નથી પણ ઝારખંડ અને પૂર્વીય મધ્ય પ્રદેશ પર એક લો પ્રેશર છે. એની સાથે જ નૈર્ઋત્યનું ચોમાસું ફરી સક્રિય થયું હોવાની આ બંનેની અસર હેઠળ કોંકણ પ્રદેશમાં વરસાદ પડી રહ્યો છે. મુંબઈમાં છ જુલાઈ બાદ ચોમાસું ફરી તેના અસલી મિજાજમાં આવે એવી શક્યતા છે. પૂર્વ ભારતમાં વધુ એક લો પ્રેશર ડેવલપ થવાની શક્યતા છે અને તે પશ્ર્ચિમ તરફ આગળ વધે એવી શક્યતા છે અને તેની અસર હેઠળ મુંબઈમાં ભારે વરસાદ પડવાની શકયતા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »
Back to top button