આમચી મુંબઈ

હાશ! મુંબઇગરાઓને ટૂંક સમયમાં ગરમીથી રાહત મળશે

મુંબઇઃ આ સમયે દેશભરના ઘણા શહેરોમાં ભારે ગરમી છે. કેટલાક સ્થળોએ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી ઉપર છે. દરમિયાન હવામાન વિભાગે એવા સમાચાર આપ્યા છે કે મુંબઇગરાઓને ટૂંક સમયમાં ગરમીથી રાહત મળશે.
મુંબઇમાં પણ ગરમીનો સિતમ ચાલુ છે.

અહીંના ગરમ અને ભેજવાળા હવામાન માટે ‘યલો એલર્ટ’ આપવામાં આવ્યું છે. મંગળવારે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન 34.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે કોલાબામાં મંગળવારે મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તેમજ ભેજનું પ્રમાણ 70 ટકાથી વધુ રહ્યું હતું. જેના કારણે મુંબઈગરાઓ સતત વધતા તાપમાન અને ગરમીનો સામનો કરી રહ્યા છે.

હીટ વેવ અને ચોમાસા અને હવામાનની આગાહી અંગે, IMD મુંબઈના વડા સુનિલ કાંબલેએ જણાવ્યું હતું કે, ‘મુંબઈમાં, 34-35 ડિગ્રી સેલ્સિયસની આસપાસનું તાપમાન ઉનાળાની ઋતુ માટે સામાન્ય તાપમાન છે, પરંતુ શહેરમાં ભેજનું સ્તર ખૂબ ઊંચું છે. પ્રાદેશિક હવામાન વિભાગે બુધવારે મુંબઈની સાથે થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ ગરમ અને ભેજવાળા હવામાનની ચેતવણી પણ આપી છે.

દરમિયાન હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે કે ચોમાસું નિર્ધારિત સમયના થોડા દિવસો પહેલા ભારતમાં આવી ગયું છે, ચોમાસું 19 મેના રોજ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પ્રવેશ્યું છે. તે 31 મેના રોજ કેરળ પહોંચશે અને આ વર્ષે 10-11 જૂને મુંબઈમાં વરસાદ આવવાની ધારણા છે.’ દક્ષિણ મહારાષ્ટ્રમાં 5 જૂનની આસપાસ ચોમાસું આવવાની શક્યતા છે. તેથી એમ લાગે છે કે મુંબઈગરાઓને ટૂંક સમયમાં ગરમીથી રાહત મળશે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button